AAP નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, હવે જાસૂસી કાંડમાં CBIએ નોંધી FIR

16 March, 2023 07:27 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

FIR પ્રમાણે FBU કેસમાં સિસોદિયા સહિત 6 જણ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ બધા વિરુદ્ધ 120B, 403,468,471,477 IPC અને ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મનીષ સિસોદિયા (તસવીર સૌજન્ય મિડ-ડે)

આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. CBIએ ફીડબૅક યૂનિટ મામલે (FBU)માં સિસોદિયા સહિત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર ગોપાલ મોહન પર FIR નોંધ્યો છે. FIR પ્રમાણે FBU કેસમાં સિસોદિયા સહિત 6 જણ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ બધા વિરુદ્ધ 120B, 403,468,471,477 IPC અને ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

FIRમાં છે આ લોકોના નામ
CBI દ્વારા નોંધાયેલ FIRમાં નવી દિલ્હીના તત્કાલીન વિજિલેન્સ સેક્રેટરી સુકેશ કુમાર જૈન, CISFના રિટાયર્ડ DIG અને ફીડબેક યૂનિટના જૉઈન્ટ ડિરેક્ટર તેમજ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિશેષ સલાહકાર સુકેશ જૈન, રિટાયર્ડ જૉઈન્ટ ડિપ્ટી ડિરેક્ટર પ્રદીપ કુમાર પુંજ (ડિપ્ટી ડિરેક્ટર FBU), CISFના રિટાયર્ડ આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ સતીશ ખેત્રપાલ (ફીડબેક ઑફિસર), ગોપાલ મોહન (દિલ્હીના મુખ્યમંત્રીના સલાહકાર) તેમજ અન્યના નામ છે. એવામાં જોવા જઈએ તો આખી ફીડબેક યૂનિટ જ પ્રશ્નોના વમળમાં છે.

જાણો આ કેસની અતઃથી ઇતિ વિશે

2016માં શરૂ થઈ હતી તપાસ
જણાવવાનું કે ભારત સરકારના ગૃહ મંત્રાલયે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધીને તપાસ કરવાની પરવાનગી આપી દીધી હતી. આ સ્વીકૃતિ દિલ્હી સરકારની ફીડબૅક યૂનિટ (FBU)ના ગઠન અને તેમના કરવામાં આવેલી ગેરકાયદેસરની ભરતીમાં થયેલા ભ્રષ્ટાચારને લઈને કરવામાં આવી હતી. આ મામલે CBIએ નવેમ્બર 2016માં FIRનોંધીને પોતાની તપાસ શરૂ કરી હતી અને તેમને ખબર પડી કે આ યૂનિટને બનાવવામાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને નિયમોને પડખે મૂકીને આનું ગઠન કરવામાં આવ્યું છે. આ તપાસ CBIએ તત્કાલીન ડિપ્ટી સેક્રેટરી વિજિલેન્સ દિલ્હી સરકારના કે. એસ. મીણાની ફરિયાદ પર કરવામાં આવી હતી.

કેબિનેટ મીટિંગમાં લેવાયો FBU ગઠનનો નિર્ણય
દિલ્હી સરકારે ફેબ્રુઆરી 2016માં પોતાની નીચે કામ કરનારા કર્મચારીઓના ભ્રષ્ટાચાર અને કામકાજ પર ધ્યાન રાખવા માટે Feed Back Unitનું ગઠન કરવામાં આવ્યું હતું. 29 સપ્ટેમ્બર 2015ના થયેલી દિલ્હી સરકારની કેબિનેટ મીટિંગમાં FBUના ગઠનને પરવાનગી આપવામાં આવી હતી. ત્યાર બાદ તત્કાલીન વિજિલેન્સ સેક્રેટરીએ 28 ઑક્ટોબર 2015ના દિલ્હીના મુખ્યમંત્રીને FBUના ગઠનનું પ્રપોઝલ આપ્યું જેને સ્વીકારી લેવામાં આવ્યુ. આ યૂનિટમાં શરૂઆતમાં 20 ભરતીઓ કરવાની હતી જેને માટે દિલ્હી સરતારના ઉદ્યોગ વિભાગની 22 પોસ્ટ ખતમ કરવાની હતી, પણ પછીથી દિલ્હી સરકારની એન્ટી કરપ્શન બ્યૂરોની 88 પોસ્ટમાંથી 20 ભરતીને FBUમાં કરવાની વાત થઈ, કારણકે ACB પણ વિજિલેન્સ વિભાગની અંડર કામ કરે છે. જો કે ACBમાં જે 88 પોસ્ટને ભરવાની વાત કરવામાં આતી હતી તેનું પણ માત્ર પ્રપોઝલ જ હતું, તેમને માટે ઉપરાજ્યપાલ તરફથી સ્વીકૃતિ લેવામાં આવી નહોતી.

FBUના ગઠનમાં નિયમોને મૂક્યા પડખે
જ્યારે 4 ઑગસ્ટ 2016ના રોજ હાઇકૉર્ટનો નિર્ણય આવ્યો તો ફીડબેક યૂનિટની સ્વીકૃતિ માટે દિલ્હી સરકાર તરફથી LGને ફાઈલ મોકલવામાં આવી, પણ તેમણે આ મામલે નિયમોની અવહેલનાની વાત કરતા કેસ CBI તપાસ માટે મોકલી દીધો.

સ્વીકૃતિ વગર જ શરૂ થઈ ભરતીઓ
25 જાન્યુઆરીના 2016માં નક્કી કરવામાં આવ્યું કે આ ભરતી ACBમાં થનારી 88 ભરતીઓમાંથી કરવામાં આવશે જ્યારે આ ભરતીઓ માટે સ્વીકૃતિ લેવામાં આવી નહીં. આ વાતની માહિતી મનીષ સિસોદિયાને પણ હતી કે આ ભરતી માટે કે યૂનિટ બનાવવા માટે ઉપરાજ્યપાલ પાસેથી કોઈ સ્વીકૃતિ લેવામાં આવી નથી.

થોડાક જ દિવસમાં બદલાઈ ગયા FBUના ડિપ્ટી ડિરેક્ટર
શરૂઆતની તપાસમાં જ ખબર પડી કે આ યૂનિટ માટે 17 લોકોની ભરતી કરવામાં આવી અને 1 કરોડનું બજેટ રાખવામાં આવ્યું હતું. 31 મે 2016ના નવો આદેશ જાહેર કરવામાં આવ્યો કે મુખ્યમંત્રીના તત્કાલીન એડવાઈઝર આર. કે. સિન્હા આ યૂનિટના મુખ્ય પદાધિકારી તરીકે બધી જવાબદારી સંભાળશે. જેના પછી જ્યારે શમ્સ અફરોઝે યૂનિટમાં અયોગ્ય રીતે ખર્ચની વાત કરી તો આર. કે. સિન્હાએ પત્ર લખીને કહ્યું કે શમ્સ અફરોઝને આ યૂનિટ સાથે કોઈ લેવડ-દેવડ નથી અને તેમને SS ફન્ડ્સની માહિતી ન આપવામાં આવે.

તપાસમાં મળ્યા ફેક પેમેન્ટના બિલ
CBIને પોતાની શરૂઆતની તપાસમાં SS Fundમાંથી દોઢ લાખ રૂપિયા `સિલ્વર શીલ્ડ ડિટેક્ટિવ્સ`ને આપવામાં આવ્યા અને 60 હજાર સિક્યોરિટીને આપવાની વાત કરાવમાં આવે તે પણ ફન્ડમાંથી પૈસા સતીશ ખેતરપારલે આપ્યાના બીજા જ દિવસે. તપાસમાં ખબર પડી કે બિલ ફેક છે. 

ડેટા એન્ટ્રી ઑપરેટરની સેલરી પર ફસાયા
આ સિવાય 20 ડિસેમ્બર 2016ના મનીષ સિસોદિયાએ તત્કાલીન સેક્રેટરી વિજિલેન્સ અશ્વની કુમારને ફીડબેક યૂનિટમાં કામ કરાવનારા ડેટા એન્ટ્રી ઑપરેટરની સેલરી આપવાની વાત કરી જે ઑગસ્ટથી અટકેલી હતી. અને આને 3 દિવસમાં પૂરું કરી જવાબ આપવા માટે કહેવામાં આવ્યું પણ જવાબ આવ્યો નહીં. 

આ પણ વાંચો : Delhi:EDની ચાર્જશીટમાં CM અરવિંદ કેજરીવાલનું નામ, સિસોદિયાનું કવિતા સાથે કનેક્શન

... અને આ રીતે મળી FBUને બંધ કરવાની સ્વીકૃતિ
આ ફીડ બેક યૂનિટે પોતાના કાર્યકાળ દરમિયાન 60 ટકા વિજિલેન્સ સાથે જોડાયેલા કેમાં માહિતી એકઠી કરી જ્યારે 40 ટકા રાજનૈતિત મામલે જોડાયેલી માહિતી એકઠી કરી. જો કે કોઈપણ મામલે આ યૂનિટ દ્વારા જાહેર માહિતી પર કાર્યવાહી થઈ નથી. આથી જે હેતુસર આ યૂનિટ બનાવવામાં આવી તેને બદલે આમ આદમી પાર્ટી અને મનિષ સિસોદિયાના લાભ માટે આનો રાજનૈતિક ઉપયોગ કરવામાં આવ્યો. અને આમ વિજિલેન્સ વિભાગના ડિપ્ટી સેક્રેટરી કે. એસ. મીણાએ તે દિવસે સાંજે વિજિલેન્સ સેક્રેટરીને પત્ર લખીને યૂનિંટ બંધ કરવા માટે કહ્યું, જેના પછી સેક્રેટરીએ આ બંધ કરવાની પરવાનગી આપી.

national news new delhi manish sisodia aam aadmi party delhi news arvind kejriwal Crime News