દિલ્હી: જંતર-મંતર ખાતે જેટ એરવેઝના કર્મચારી અને પરિવારોનું કેન્ડલ માર્ચ

27 April, 2019 09:07 PM IST  | 

દિલ્હી: જંતર-મંતર ખાતે જેટ એરવેઝના કર્મચારી અને પરિવારોનું કેન્ડલ માર્ચ

જેટ એરવેઝના કર્મચારી અને તેમના પરિવારો દ્વારા કેન્ડલ માર્ચ

દિલ્હીના જંતર-મંતર ખાતે જેટ એરવેઝના કર્મચારી અને તેમના પરિવારો દ્વારા કેન્ડલ માર્ચ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેટ એરવેઝ દેવાના કારણે ફડચામાં જવાની આરી પર છે અને કર્મચારીઓને છેલ્લા 4 મહિનાથી પગાર મળ્યો નથી. પગાર ન મળવાના કારણે કર્મચારીઓની હાલત ખરાબ થઈ રહી છે. જેટ એરવેઝના કર્મચારીઓ જંતર મંતર પર હાથમાં મીણબતી અને 'સેવ અવર ફેમિલી, સેવ અવર ફ્યુચર'ના સ્લોગન સાથે માર્ચ કરી હતી.

જેટ એરવેઝમાં હાલ 20,000થી વધુ કર્મચારીઓ માટે હાલ મુશ્કેલીનો સમય ચાલી રહ્યો છે. જેટ એરવેઝે દેવાળિયુ ફૂંકતા છેલ્લા 4 મહિનાઓ આ કર્મચારીઓને પગાર મળ્યો નથી જેના કારણે આ કર્મચારીઓ હાલાકી ભોગવી રહ્યા છે. હમણાંજ જેટ એરવેઝના કર્મચારીએ માનસિકતાના કારણે આત્મહત્યા કરી હતી. છેલ્લા 4 મહિનાથી રુપીયાની અછતના કારણે કર્મચારીઓ સાથે સાથે પરિવારોને પણ ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો: આખરે લાગ્યા જેટ એરવેઝ પર તાળા, બુધવારે રાત્રે છેલ્લી ઉડાન

25 વર્ષ જૂની જેટ એરવેઝ પર 8 હજાર કરોડથી પણ વધારેનું દેવું છે. જેટએ પોતાના ઓપરેશનને ચાલુ રાખવા માટે એક છેલ્લો પ્રયાસ કરવાનો નિર્ણય કર્યો હતો અને 400 કરોડની આપાતકાલિન ધનરાશિની માંગ કરી હતી. જે ફગાવી દેવામાં આવતા હવે જેટ બંધ થઈ રહ્યું છે. જેટ એરવેઝ બંધ થવાના કારણે 20,000થી વધુ કર્મચારીઓ અને તેમના પરિવારો રસ્તા પર આવ્યા છે.

jet airways