મલાડના કૉટનના આ ગણપતિ વર્લ્ડ-રેકૉર્ડ સર્જશે?

18 September, 2012 04:54 AM IST  | 

મલાડના કૉટનના આ ગણપતિ વર્લ્ડ-રેકૉર્ડ સર્જશે?




આ ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળે એ માટે મંડળે ગિનેસ સત્તાવાળાઓનો સંપર્ક કર્યો છે. લાઇફ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશનમાં કામ કરતા અનંત ખૈરનારે કહ્યું હતું કે ‘હું ૧૯૮૭થી આ રીતે કૉટનમાંથી ગણેશની મૂર્તિઓ બનાવું છું અને અત્યાર સુધીની આ સૌથી મોટી મૂર્તિ બની છે. માત્ર શેપ આપવા માટે જરૂર પડે ત્યાં જ ઍડહેસિવનો ઉપયોગ કયોર્ છે. એક મહિનાની મહેનત પછી આ મૂર્તિ તૈયાર થઈ છે. આ મૂર્તિ રાયપાડાના એક બંધાઈ રહેલા બિલ્ડિંગમાં તૈયાર કરવામાં આવી હતી અને એની ગૅલેરી માત્ર ૮ ફૂટની હોવાથી તૈયાર કરવામાં આવેલી મૂર્તિને આડી કરીને નીચે ઉતારવામાં આવી હતી. આ કામમાં ત્રણ કલાક લાગ્યા હતા, પણ મૂર્તિને સહીસલામત રીતે ઉતારીને મંડપમાં લઈ જવામાં આવી હતી.’



તસવીરો : નયન સહાણે