31 મે બાદ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વગર મંજૂરીએ જઈ શકાશે?

24 May, 2020 11:04 AM IST  |  New Delhi | Agencies

31 મે બાદ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વગર મંજૂરીએ જઈ શકાશે?

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉનને કારણે મજૂરોના પલાયનથી આર્થિક ગતિવિધિ શરૂ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે સાથોસાથ મજૂરોને રોજગાર ઉપલબ્ધ કરાવવાનું પણ પડકારજનક બન્યું છે. લૉકડાઉનમાં ચોથા તબક્કા પછી એટલે કે ૩૧ મે પછી રાજ્યોની સરહદો ખોલવામાં આવે એવી શક્યતા છે એટલે કે રાજ્યોની સરહદો ઉપરનો પ્રતિબંધ દૂર થઈ શકે છે.

બીજી તરફ ઘરો સુધી પહોંચેલા મજૂરોને ત્યાં જ રોજગાર આપવા કેન્દ્ર સરકારમાં ઉચ્ચ કક્ષાએ પ્રયાસો શરૂ થયા છે. આ માટે સામાજિક કલ્યાણ પ્રધાન ગેહલોટના વડપણ હેઠળ પ્રધાનોનું જૂથ રચાયું છે.

લૉકડાઉન ચોથા ચરણમાં પહોંચ્યા બાદ અને છુટછાટો સાથે આર્થિક ગતિવિધિને શરૂ કરવામાં મોટી બાધા શ્રમિકોની અછતની છે. રાજ્યોની સરહદો સાર્વજનિક પરિવહન અને ખાનગી પરિવહન માટે બંધ હોવાને કારણે મુશ્કેલી વધી છે.

national news new delhi lockdown coronavirus covid19