પ્રેગનેન્સી અમેન્ડમેન્ટ બીલ 2020 મુજબ 24મા અઠવાડિયે ગર્ભપાત

29 January, 2020 03:54 PM IST  |  Delhi | Mumbai Desk

પ્રેગનેન્સી અમેન્ડમેન્ટ બીલ 2020 મુજબ 24મા અઠવાડિયે ગર્ભપાત

કેન્દ્રીય કૅબિનેટે બુધવારે સંશોધિત ગર્ભપાત વિધેયક એટલે કે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગનેન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ બિલ અનુસાર ગર્ભાપતની મહત્તમ મર્યાદા 20 અઠવાડિયાથી વધીને 24 અઠવાડિયા કરાઇ છે. હવે સ્ત્રીઓ 24મા અઠવાડિયે પણ ગર્ભપાત કરાવવાનો નિર્ણય લઇ શકશે. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે કૅબિનેટને આ નિર્ણય અંગે જાણકારી આપી હતી.

મહિલાઓ સાહિત ડૉક્ટરોએ પણ અદાલત પાસે આ અંગે માંગ કરી હતી. જો કે હાલમાં આ બિલને કાયદો બનવા માટે લાંબો સમય પસાર કરવો પડશે. સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર વિધાયકને સંસંદના આગામી સત્રમાં રજૂ કરવાની તૈયારી થઇ રહી છે.

રિપોર્ટ અનુસાર આ વિધેયક માટે 2014થી અલગ અલગ ભાગીદારો સાથે ચર્ચા ચાલી રહી હતી. આ માટે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં મંત્રી મંડળનું ગઠન પણ થયું હતું. પ્રધાન મંત્રી મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રી મંડળની બેઠખમાં વિધેયકના પ્રસ્તાવને મંજૂરી અપાઇ. આ માટે ગર્ભપાત અધિનિયમમાં સંશોધન કરાશે.

પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્રીય મંત્રી મંડળના આ નિર્ણયથી સગીરોને મદદ મળશે. આ વિધેયક સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે તૈયાર કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે 20 અઠવાડિયામાં ગર્ભપાત કરાવવાથી માતાનું મૃત્યુ થવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે 24મા અઠવાડિયે ગર્ભપાત સલામત નિર્ણય રહેશે.

 

ani news prakash javadekar