GST બિલને કૅબિનેટે લીલી ઝંડી આપી દીધી

18 December, 2014 06:41 AM IST  | 

GST બિલને કૅબિનેટે લીલી ઝંડી આપી દીધી


લાંબા ગાળાથી એક યા બીજા કારણસર અટવાતું રહેલું GST (ગુડ્ઝ ઍન્ડ સર્વિસિસ ટેક્સ) પરનું બંધારણીય સુધારાનું બિલ બુધવારે કૅબિનેટે મંજૂર કરી દીધું હતું.  આ ક્રાન્તિકારી કરવેરા વિશેના બંધારણીય સુધારાને કૅબિનેટે મંજૂરીની મહોર મારતાં હવે આ સુધારો સંસદના સત્રમાં રજૂ થઈ શકશે. આ પગલું ભારતીય આર્થિક સુધારાની બહુ મોટી ઘટના ગણાય છે. આની દેશના અર્થતંત્ર તેમ જ વેપાર-ઉદ્યોગ પર લાંબા ગાળાની અને વ્યાપાક અસર થશે. મોદી સરકાર માટે આ સુધારો દાખલ થવાની ઘટના અને એનો અમલ બહુ મોટી સિદ્ધિ પણ ગણાશે.

બુધવારે મોડી સાંજે મંજૂર થયેલા આ બિલને હવે સંસદના ચાલુ શિયાળુ સત્રમાં રજૂ કરી શકાશે એમ જણાવાય છે. આ સત્ર ૨૩ ડિસેમ્બર સુધી ચાલવાનું છે. સરકાર GSTનો અમલ ૧ એપ્રિલ, ૨૦૧૬થી કરવા ધારે છે. GSTમાં સેન્ટ્રલ એક્સાઇઝ, સર્વિસ ટૅક્સ, વૅટ (વૅલ્યુ ઍડેડ ટૅક્સ) અને લોકલ વેરા સમાઈ જશે.