પહેલીવાર પેપરલેસ હશે બજેટ

12 January, 2021 02:36 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પહેલીવાર પેપરલેસ હશે બજેટ

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના ભયે દુનિયામાં અનેક બાબતો એવી બની છે જે આ પહેલાં ક્યારેય ન બની હોય. વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ પણ કોરોનાકાળમાં તૂટી હોવાના બનાવ બન્યા છે. આવી જ વધુ એક પરંપરા પણ હવે તૂટવા જઈ રહી છે. આ વર્ષે દેશમાં બજેટના દસ્તાવેજ છપાશે નહીં. ૧૯૪૭માં આઝાદી મળ્યા બાદ પ્રથમ જ વખત એવું બની રહ્યું છે કે બજેટના દસ્તાવેજો છપાશે નહીં.

નાણાં મંત્રાલયે જણાવ્યાનુસાર પ્રિન્ટિંગ પ્રેસમાં એકસાથે ૧૦૦ કર્મચારીઓ નહીં રાખી શકાય, જેના કારણે બજેટના દસ્તાવેજ છાપી શકાશે નહીં. સાંસદો અને સામાન્ય લોકો બજેટને પીડીએફ ફોર્મમાં જોઈ શકે તે માટે એક લિન્ક તૈયાર કરવામાં આવશે.

બજેટ સત્રનો પહેલો તબક્કો ૨૯ જાન્યુઆરીએ શરૂ થશે અને ૧૫ ફેબ્રુઆરીએ પૂરો થશે. બજેટનું બીજું સત્ર ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધીનું રહેશે. બજેટ સત્ર દરમ્યાન કોવિડ-19 પ્રોટોકોલનું સખતાઈથી પાલન કરાશે.

૨૯ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના સંબોધનથી બજેટ શરૂ થશે અને પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરાશે.

national news