દેશના સંરક્ષણ બજેટમાં 6 ટકાનો વધારો, 3.37 લાખ કરોડ રૂપિયા ફાળવાયા

02 February, 2020 07:39 AM IST  |  New Delhi

દેશના સંરક્ષણ બજેટમાં 6 ટકાનો વધારો, 3.37 લાખ કરોડ રૂપિયા ફાળવાયા

પ્રતીકાત્મક તસવીર

સરહદ પર ચીન અને પાકિસ્તાન જેવા દેશો સામે ભારતે મોરચો સંભાળીને રહેવું પડે છે. આ સંજોગોમાં દરેક બજેટમાં સરકાર ડિફેન્સ પાછળ કેટલી રકમ ફાળવે છે તેના પર બધાની નજર રહેતી હોય છે.

નાણા મંત્રીએ આજે રજૂ કરેલા બજેટમાં દેશના ડિફેન્સ સેક્ટર માટે ફાળવાતી રકમમાં ગત વર્ષની સરખામણીએ ૬ ટકાનો વધારો કરાયો છે.આ વખતે સંરક્ષછણ માટે ૩.૩૭ લાખ કરોડ રૂપિયા ફાળવાયા છે. જે ગયા વર્ષે ૩.૧૮ લાખ કરોડ હતું. આમ સંરક્ષણ બજેટમાં ૬ ટકાનો વધારો કરાયો છે.

જો તેમાં નિવૃત્ત થયેલા જવાનોને અપાતા પેન્શનને ઉમેરવામાં આવે તો આ બજેટ ૪.૭ લાખ કરોડ પર પહોંચ્યુ છે. બજેટમાં હથિયારોની ખરીદી અને મોર્ડનાઈઝેશન માટે ૧.૧૦ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

budget 2020 railway budget nirmala sitharaman national news