બજેટ 2020ઃનિર્મલા સિતારમણની પીળી સાડી અને ખાતાવહીનું કારણ શું?

01 February, 2020 10:14 AM IST  |  Delhi | Chirantana Bhatt

બજેટ 2020ઃનિર્મલા સિતારમણની પીળી સાડી અને ખાતાવહીનું કારણ શું?

તસવીર સૌજન્ય એએનઆઇ

નિર્મલા સિતારમણ આજે બજેટ રજુ કરવા માટે પાર્લામેન્ટ પહોંચ્યા છે અને તેમણે બ્રિફકેસને બદલે આ વર્ષે પણ પારંપરિક ખાતાવહી લઇને એન્ટ્રી કરી છે. ગયા વર્ષે જ્યારે તેમણે પહેલીવાર બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે ખાતાવહીમાં જ બજેટ સંબંધી દસ્તાવેજ લઇને એન્ટ્રી કરી હતી. સ્વદેશી સ્ટાઇલમાં એન્ટ્રી કરનારા નિર્મલા સિતારમણે આજે પીળા રંગની સિલ્કની સાડી પહેરી છે. પીળો રંગ લક્ષ્મીનો રંગ મનાય છે વળી બૃહસ્પતિ એટલે કે ગુરુનો રંગ પણ પીળો મનાય છે અને માટે જ્ઞાન સંબંધિત રજૂઆત હોય ત્યારે આ પીળા રંગની સાડીની પસંદગી સ્વભાવિક રીતે જ આદર્શ મનાય. સૂર્યનો રંગ પણ પીળો છે અને શાસ્ત્રો અનુસાર સુર્ય એક જ એવા દેવ છે જેને આપણે નજરોનજર જોઇ શકીએ છીએ. પીળો રંગ ઉત્સાહ અને હકારાત્મકતાનું પ્રતિબિંબ છે.

ખાતાવહી લઇને આવવાની પ્રથા શરૂ કરવા અંગે 89મા યુનિયન બજેટનાં ચિફ ઇકોનોમિક એડવાઇસર ક્રિષ્ણમુર્તિ સુબ્રમણિયમે ગયા વર્ષે કહ્યું હતું કે આમ કરીને સકરકાર ભારતીય પરંપરા અનુસરી રહી છે. ખાતાવહી એક રીતે પશ્ચિમી વિચારોથી આપણી ગુમામીમાંથી મુક્ત થવાનું પ્રતિક છે. વળી સિતારમણ ચામડામાંથી બનેલી વસ્તુનો ઉપયોગ કરીને શુભ પ્રસંગને ખરડાવવા નથી માગતા એવું પણ તેમણે કહ્યુ હતું. લાલ કપડામાં લપેટાયેલી ખાતાવહી કોઇ બ્રિફકેસ નથી અને તે શુભ પણ મનાય છે. ગયા વર્ષે ટિપ્પણી કરતા સિતારમણે ભાજપા સરકાર માટે કહ્યું હતુ કે મોદી સરકાર સુટકેસ કેરી કરનારી સરકાર નથી.

                                                                                                                    

budget 2020 nirmala sitharaman finance ministry