Budget 2020: આ પાંચ અધિકારીઓની બજેટમાં મુખ્ય ભૂમિકા

28 January, 2020 07:09 PM IST  |  Delhi | Mumbai Desk

Budget 2020: આ પાંચ અધિકારીઓની બજેટમાં મુખ્ય ભૂમિકા

રાજીવ કુમારની ભૂમિકા બેંકોની હાલત સુધારવામાં અગત્યની રહેશે

નાણા મંત્રી નિર્મલા સિતારામન 1લી ફેબ્રુઆરીએ ફાઇનાન્શિયલ યર 2020-21નું કેન્દ્રીય બજેટ રજુ કરશે. આ માટે તેમણે ડઝનેક અર્થશાસ્ત્રીઓ, અગ્રણી ઉદ્યોગકારો તથા ખેડૂતોનાં મંડળો સાથે બેસીને ચર્ચા કરી છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને પણ આગામી બજેટમાં ભારે રસ છે. એશિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના વિકાસને ગતિ આપી શકાય તે જ વડાપ્રધાન અને નાણા મંત્રીનું લક્ષ્ય છે અને આ માટે વડાપ્રધાને પણ અગત્યની બેઠકોમાં ભાગ લીધો છે.
દેશને મંદીની લપેટમાંથી બહાર કાઢીને અર્થતંત્રની ગાડી પાટે ચઢે એ માટે સિતારામન માટે આ બજેટ બહુ અગત્યનું રહેશે. જાણીએ એવા પાંચ લોકો વિષે જેઓ બજેટનાં લેખા જોખા તૈયાર કરવામાં અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે.

રાજીવ કુમાર - નાણા સચિવ
રાજીવ કુમાર ફાઇનાન્સ મિનિસ્ટ્રીના પ્રમુખ અધિકારી છે. 1984ની ઝારખંડ કેડરના આઇએએસ અધિકારી રાજીવના કાર્યકાળ દરમિયાન સરકારે બેંકિંગ સાથે જોડાયેલા મહત્વનાં પગલાં લીધા છે. આમાં સરકારી બેંકોનાં મર્જર તથા દેવામાં ડુબેલી બેંકોમાં નાણાંનું ઇંધણ ભરવા જેવા પગલા સામેલ છે. એવી આશા છે કે બજેટમાં બેંકિંગ સેક્ટરને સંકટમાંથી ખડું કરવામાં તથા અર્થ વ્યવસ્થામાં વપરાશ વધારવા માટે દેવાંની પુરતી ઉપલ્બધી નિયત થાય તે માટે તેમણે અગત્યનાં સુચનો આપ્યા છે.

અતાણુ ચક્રવર્તી - આર્થિક મામલાના સચિવચક્રવર્તી પાસે સરકારી સંપત્તિના વપરાશને લગતી વિશેષ સમજ છે. બજેટ બનાવવામાં ચક્રવર્તીનો ફાળો અગત્યનો રહેશે કારણકે હાલમાં જ્યારે આર્થિક વૃદ્ધિની ગતિ પાંચ ટકાથી નીચે ગગડી ગઇ હતી ત્યારે ચક્રવર્તીની અધ્યક્ષતામાં જ એક સમિતિની રચના કરાઇ હતી. આ સમિતિએ વિકાસને પાટે ચઢાવવા માટે માળખાકિય ક્ષેત્રમાં એક ટ્રિલિયન ડૉલરના રોકાણની રૂપરેખા તૈયાર કરી હતી. તેમની સલાહ ભારતનાં બજેટ સંબંધી ખોટને નિયત કરવા માટે બહુ અગત્યની રહેશે. આ ઉપરાંત ઇકોનોનીમાં નાણા રોકવા અંગે પણ તેમની સલાહ અગત્યની રહેશે.

ટી.વી. સોમનાથ - એક્સપેન્ડિચર સેક્રેટરીસોમનાથ નાણા મંત્રાલયમાં નવા નવા જોડાયા છે. તેમનું કામ છે સરકારના તમામ ખર્ચા એ રીતે ઘટાડવા જેથી ડિમાન્ડમાં વધારો કરવામાં કોઇ મુશ્કેલી ન થાય. તેમની જવાબદારી છે ખોટા ખર્ચાઓ દર્શાવવાની અને તેમને રોકવાની. તેઓ પહેલા પણ પ્રધાનમંત્રીની કચેરીમાં - PMOમાં કામ કરી ચૂક્યા છે માટે તેઓ જાણે છે કે મોદીને કેવું બજેટ જોઇએ છે.

અજય ભૂષણ પાંડે - મહેસૂલ સચિવ
પાંડે પર મહેસૂલ એટલે કે સંસાધનો વધારવાની જવાબદારી છે. મંદીની વચ્ચોવચ મહેસૂલ ઘટવાનું અનુમાન હોય ત્યારે તેમનું કામ સૌથી મુશ્કેલ બને છે. કૉર્પોરેટ ટેક્સમાં કાપ મુકાયા બાદ હજી સુધી એવું રોકાણ આવ્યું નથી જેનાથી ટેક્સ કલેક્શન વધે. તેઓ આ અંગે અમુક પ્રસ્તાવો લાગુ કરવાની સૂચના આપી શકે છે.


તુહીનકાંત પાંડે - ડિસઇનવેસ્ટમેન્ટ સચિવતુહીનકાંત પાંડે પાસે એર ઇન્ડિયા લિમીટેડ તથા અન્ય સરકારી કંપનીઓના ડિસઇનવેસ્ટમેન્ટની જવાબદારી છે. ડિસઇનવેસ્ટમેન્ટ સાથે જોડાયેલા લક્ષ્ય બહુ અગત્યનાં છે. જો કે એવી પુરી સંભાવના છે કે સરકાર આ વર્ષે 1.5 ટ્રિલિયન રૂપિયાનાં ડિસઇનવેસ્ટમેન્ટનું લક્ષ્ય પાર પાડવામાં મોટી ગૅપ સાથે ચૂકી જશે. જો કે આગલા વર્ષની દ્રષ્ટિએ વિચારીએ તો તેમની ભૂમિકા બહુ અગત્યની રહેશે.

finance ministry narendra modi nirmala sitharaman