Budget 2020:નાણામંત્રીનું બ્લડપ્રેશર ઘટ્યું, પોણા ત્રણ કલાકની સ્પીચ

01 February, 2020 04:26 PM IST  |  Delhi | Chirantana Bhatt

Budget 2020:નાણામંત્રીનું બ્લડપ્રેશર ઘટ્યું, પોણા ત્રણ કલાકની સ્પીચ

2 કલાક અને 43 મીનિટ ચાલેલી બજેટ સ્પીચ અત્યાર સુધી ચાલેલી બજેટ સ્પીચની સરખામણીએ ઘણી લાંબી હતી. આ પહેલાં ભાજપાના જ ફાઇનાન્સ મિનિસ્ટર જસવંત સિંહે લાંબી સ્પીચ આપ્યાનો રેકોર્ડ જાળવ્યો હતો. નિર્મલા સીતારમણે આજે જે સ્પીચ આપી તે લગભગ પોણા ત્રણ કલાક સુધી સ્પીચ ચાલી ગયા વર્ષે બજેટમાં તેમની સ્પીચ 2 કલાક 15 મિનીટ ચાલી હતી. પીળી સાડીમાં સજ્જ નિર્મલા સીતારમણ સવારનાં ભાગમાં તો ખાસ્સા જુસ્સામાં હતા પણ જેમ જેમ તેમની સ્પીચ આગળ ચાલતી ગઇ તેમ તેમ તેમની બૉડી લેંગવેજમાં થાક વર્તાવા લાગ્યો હતો જો કે તેમણે જુસ્સાથી અને મક્કમતાથી બોલવાનું ચાલુ રાખ્યુ હતું. છેલ્લે છેલ્લે તો રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમને થોભવા પણ કહ્યું હતું પણ તેમણે, “બસ બે જ પાનાં બાકી છે” એવો જવાબ આપીને પોતાની સ્પીચ ચાલુ રાખી હતી. તેમને ફરી થાક વર્તાયો અને આ વખતે વડાપ્રધાન મોદીએ તેમને રોકવા કહ્યું અને તેમણે ત્યાર બાદ જલ્દી જ કાગળો ટેબલ પર મુકી દીધા હતા.

તેમની બૉડી લેન્ગવેજ પરથી એવું લાગતું હતું કે તેમનું બ્લડ પ્રેશર ઘટી રહ્યુ હતું અને તેમના સાથીએ તેમને પેપરમિન્ટ પણ આપી હતી. યુનિયન મિનિસ્ટર હરસીમરત કૌરે તેમને પાણીનો પ્યાલો પણ આપ્યો. થોડી રાહતની ક્ષણો  બાદ તેઓ ઉભા થયા અને રાજ્યસભા તરફ ગયા હતા.

budget 2020 nirmala sitharaman delhi finance ministry