બજેટ 2020: વીજ ક્ષેત્રે હવે પ્રિ-પૅઇડ મીટર લગાવવામાં આવશે

02 February, 2020 07:39 AM IST  |  New Delhi

બજેટ 2020: વીજ ક્ષેત્રે હવે પ્રિ-પૅઇડ મીટર લગાવવામાં આવશે

પ્રિ-પૅઇડ મીટર

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે આવનારા સમયમાં દેશભરમાં પ્રિ-પૅઇડ મીટર લગાવવામાં આવશે. આ સ્માર્ટ મીટર હશે જેની મદદથી સપ્લાયર અને રેટ પસંદ કરવાનો વિકલ્પ મળશે. બજેટમાં નાણાપ્રધાને ૨૨ હજાર કરોડ રૂપિયા ઊર્જા ક્ષેત્રને ફાળવ્યા છે.

આ યોજનાને આધારે જૂનાં મીટરોને ધીમે ધીમે ઘટાડી શકાશે. પ્રિ-પૅઇડ મીટરની મદદથી વીજળી કંપની પસંદ કરવાની આઝાદી મળશે. આ યોજનાનું એલાન કરતાં નાણાપ્રધાને કહ્યું કે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જૂના મીટર બદલીને પ્રિ-પૅઇડ સ્માર્ટ મીટર આવનારા ૩ વર્ષમાં લગાવવામાં આવશે. ગ્રાહક પોતાની સુવિધા અનુસાર કંપની અને રેટ પસંદ કરી શકશે. દરેકને વીજળી આપવાની દિશામાં આ મોટું પગલું છે. ડિસ્કોમમાં બદલાવ લાવવા માટે ૨૨,૦૦૦ કરોડ રૂપિયા પાવર અને અક્ષય ઊર્જાને માટે નિયમ લવાયો છે. પ્રિ-પૅઇડ મીટરના પ્લાન પર કેન્દ્ર સરકાર પહેલાંથી કામ કરી રહી છે. સરકાર ૨૦૨૨ સુધી દરેક મીટરને બદલી દેવાની યોજના બનાવી રહી છે.

national news budget 2020 railway budget nirmala sitharaman