કેબિનેટ બેઠકમાં સરકારનો મોટો નિર્ણય, BSNLમાં મર્જ થશે MTNL

23 October, 2019 05:35 PM IST  |  નવી દિલ્હી

કેબિનેટ બેઠકમાં સરકારનો મોટો નિર્ણય, BSNLમાં મર્જ થશે MTNL

રવિશંકર પ્રસાદ

જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની BSNL અને MTNLને ફરી ઉભી કરવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે.કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.સાથે જ કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ગેરકાયદે કૉલોનીઓના નિવાસીઓને માલિકી હક આપવામાં આવશે.

કેબિનેટના નિર્ણયની જાહેરાત કરતા રવિશંકર પ્રસાદે કહયું કે પહેલા BSNL સાથે અન્યાય થયો છે. અમે BSNL અને MTNLના વિલયની યોજના પર કામ કરી રહ્યાછે. સાથે જ સરકારે કહ્યું કે BSNL અને MTNLના કર્મચારીઓ માટે સરકાર વીઆરએસ પેકેજ લાવશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ગેરકાયદે કૉલોની પર મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકારે 1797 ગેરકાયદે વસાહતોની ઓળખ કરી હતી. તેમના નિવાસીઓને માલિકી હક મળશે. જંગલોની જમીન પર બનેલી અને સંપન્ન કૉલોનીઓના તેમાં સામેલ નહીં કરવામાં આવે.


કેન્દ્ર સરકાર BSNL અને MTNLને બંધ નહીં કરે. કેન્દ્રીય કેબિનેટે તેના રિવાઈવલ પ્લાનને મંજૂરી આપી છે. તેમને ન તો બંધ કરવામાં આવશે કે ન તો તેને કોઈ ત્રીજા પક્ષને ચલાવવા માટે સોંપવામાં આવશે.

કેન્દ્ર સરકાર BSNLના કર્મચારીઓ માટે આકર્ષક વીઆરએસ પેકેજ લઈને આવશે. સાથે જ 4જી સ્પેક્ટ્રમ માટે 4,00 કરોડ રૂપિયાનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. ટેલીકૉમ મિનિસ્ટરે કહ્યું કે આવતા 4 વર્ષમાં 38,000 કરોડ રૂપિયાને મોનેટાઈઝ કરવામાં આવશે.

bsnl mtnl ravi shankar prasad