BSNLએ ભારતમાં લૉન્ચ કર્યો સૅટેલાઇટ ફોન

10 July, 2026 10:00 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૧,૩૪,૧૬૬ રૂપિયાની કિંમતના આ ફોન માટે ટેલિકૉમ વિભાગની મંજૂરી મેળવવી ફરજિયાત

સૅટેલાઇટ ફોન

સરકારી ટેલિકૉમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ ભારતમાં એવા વિસ્તારો માટે એક ખાસ સૅટેલાઇટ ફોન લોન્ચ કર્યો છે જ્યાં સામાન્ય મોબાઇલ નેટવર્ક કે ટાવર ઉપલબ્ધ હોતા નથી. આ સૅટેલાઇટ ફોનની કિંમત ટૅક્સ સહિત ૧,૩૪,૧૬૬ રૂપિયા નક્કી કરવામાં આવી છે. સામાન્ય સ્માર્ટફોનથી વિપરીત આ ઉપકરણ મોબાઇલ ટાવરને બદલે સીધું સૅટેલાઇટ નેટવર્ક સાથે કનેક્ટ થાય છે, જેનાથી નેટવર્ક વગરના દુર્ગમ વિસ્તારોમાં પણ સરળતાથી

વૉઇસ-કૉલિંગ અને ઇમર્જન્સી સપોર્ટ મેળવી શકાશે. જોકે ભારતમાં સૅટેલાઇટ ફોનના ઉપયોગ પર કડક સરકારી નિયમો હોવાને કારણે કોઈ પણ વ્યક્તિ એને સીધો ખરીદી શકશે નહીં. આ ફોન ખરીદવા અથવા એનો પ્રયોગ કરવા માટે ટેલિકૉમ વિભાગની સત્તાવાર અને સ્પષ્ટ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે, અન્યથા એનો ઉપયોગ ગેરકાનૂની ગણાશે.

national news india bsnl technology news tech news