અમરનાથ ડ્યુટી પર જતા BSFના જવાનોનો ગંદી ટ્રેનમાં ચડવાનો ઇનકાર, રેલવેએ નવી ટ્રેન મોકલી

12 June, 2025 09:27 AM IST  |  Uttarakhand | Gujarati Mid-day Correspondent

આ ટ્રેનનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં બારીઓ તૂટેલી છે, બાથરૂમ ગંદા છે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

૩ જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રામાં સુરક્ષા માટે તહેનાત કરવામાં આવેલા લગભગ ૧૨૦૦ જેટલા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)ના જવાનોએ સોમવારે નૉર્થઈસ્ટના ઉદયપુરથી જમ્મુ જતી ટ્રેનમાં ચડવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે આ ટ્રેન ખૂબ જ ખરાબ હાલતમાં મોકલવામાં આવી હતી.

આ ટ્રેનનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં બારીઓ તૂટેલી છે, બાથરૂમ ગંદા છે, ટ્રેનમાં વાંદા ફરી રહ્યા છે અને આખી ટ્રેન જર્જરિત દેખાય છે. BSFએ આ મામલો ભારતીય રેલવે સમક્ષ ઉઠાવતાં રેલવેએ તાત્કાલિક વધુ સારી સ્થિતિ ધરાવતી એક રિપ્લેસમેન્ટ ટ્રેન મોકલી આપી હતી.

BSFએ સ્પષ્ટતા કરી હતી કે રેલવે અધિકારીઓને આ બાબતે જણાવવામાં આવ્યું હતું, પરંતુ જવાનો દ્વારા કોઈ હોબાળો કે અવ્યવસ્થા સર્જાઈ નહોતી. આ મુદ્દાને સત્તાવાર વાતચીત દ્વારા ઉકેલવામાં આવ્યો હતો, જેના કારણે ઝડપી ઉકેલ આવ્યો હતો.

national news india amarnath yatra indian railways