✕

દાવો ૧૦૦ ટકા હોલ વીટનો, પણ બ્રિટાનિયાની બ્રેડમાં ઘઉંની માત્રા ૬૨ ટકા: એક લાખ રૂપિયાનો દંડ

27 October, 2026 07:30 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પૅકેજ્ડ ફૂડ ઉદ્યોગમાં જાહેરાતોની પ્રામાણિકતા અને ગ્રાહક અધિકારોની દૃષ્ટિએ આ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

બ્રિટાનિયા બ્રેડ પૅકેટ

દેશની અગ્રણી ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) અને બેકરી કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને એના એક લોકપ્રિય ઉત્પાદનના પ્રમોશનમાં ભ્રામક દાવા કરવા બદલ એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથોરિટી (CCPA)એ બ્રિટાનિયાને આ દંડ ફટકાર્યો છે, કારણ કે કંપનીની ૧૦૦ ટકા ઘઉંની બ્રેડની જાહેરાત ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી હોવાનું જાણવા મળ્યું છે. 

ચીફ કમિશનર નિધિ ખરેના નેતૃત્વ હેઠળની ઑથોરિટીએ કંપનીને આ ભ્રામક જાહેરાતને તાત્કાલિક તમામ પ્લૅટફૉર્મ પરથી દૂર કરવાનો અને ૧૫ દિવસની અંદર કમ્પ્લાયન્સ રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. પૅકેજ્ડ ફૂડ ઉદ્યોગમાં જાહેરાતોની પ્રામાણિકતા અને ગ્રાહક અધિકારોની દૃષ્ટિએ આ નિર્ણય ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

ઑથોરિટીએ આ ફરિયાદ જાતે જ લીધી હતી. એને જાણવા મળ્યું હતું કે બ્રિટાનિયા એની જાહેરાતોમાં ‍૧૦૦ ટકા ઘઉંની બ્રેડનો પ્રચાર કરે છે, પણ પૅકેટની પાછળ જાહેર કરાયેલી ઘઉંના લોટની સામગ્રી ફક્ત ૬૨ ટકા હતી. બાકીના ૩૮ ટકા ચોખાનું ભૂસું અને અન્ય ઘટકો હોવાનું જાણવા મળ્યું હતું. CCPAએ જણાવ્યું હતું કે ૧૦૦ ટકા ઘઉંના લોટનો દાવો ખોટો હતો, કારણ કે એનાથી ગ્રાહકોને એવી છાપ પડી હતી કે ઉત્પાદન સંપૂર્ણપણે ઘઉંમાંથી બનાવવામાં આવ્યું છે.

national news india food and drink food news