વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે CBI અને EDના અધિકારીઓ બ્રિટન પહોંચ્યા

20 December, 2018 02:15 PM IST  | 

વિજય માલ્યાના પ્રત્યર્પણ માટે CBI અને EDના અધિકારીઓ બ્રિટન પહોંચ્યા

વિજય માલ્યાના ભારત આવવા અંગે આજે આવશે નિર્ણય (ફાઈલ ફોટો)

સીબીઆઈના જૉઇન્ટ ડિરેક્ટર સાઈ મનોહરના નેતૃત્વમાં CBI અને એન્ફોર્સસમેન્ટ ડિરેક્ટરેટ (ED)ની જૉઇન્ટ ટીમ બ્રિટન પહોંચી રહી છે. અધિકારીઓ ગઈ કાલે લંડન જવા રવાના થયા હતા. વિજય માલ્યાના પ્રત્યર્પણ માટેની ભારત સરકારની અરજી પર લંડનની વેસ્ટ મિન્સ્ટર કોર્ટ આજે ચુકાદો આપે એવી સંભાવના છે.

EDએ વિજય માલ્યાને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરીને તેની મિલકતો જપ્ત કરવાની શરૂ કરેલી કાર્યવાહી પર સ્ટે ઑર્ડરની માગણી કરતી માલ્યાની અરજી પર સુપ્રીમ ર્કોટે ૭ ડિસેમ્બરે નોટિસ બહાર પાડી હતી.

વેસ્ટ મિન્સ્ટર કોર્ટના જજને પ્રત્યર્પણની પ્રોસીજરને સંબંધિત તમામ જરૂરિયાતો પૂરી થતી હોવાની ખાતરી થયા પછી જજ એ કેસ પ્રત્યાર્પણનો આદેશ આપવો કે નહીં એના નિર્ણય માટે બ્રિટનના સેક્રેટરી ઑફ સ્ટેટ ફૉર હોમ ડિપાર્ટમેન્ટને મોકલે છે. સેક્રેટરી ઑફ સ્ટેટ ફૉર હોમ ડિપાર્ટમેન્ટને માલ્યાનો કેસ મોકલવાના જજના નિર્ણયને બ્રિટિશ હાઈ કોર્ટની પરવાનગીથી પડકારી શકાય. એ પરવાનગી માટે ચીફ જજના ચુકાદાના ૧૪ દિવસમાં હાઈ કોર્ટને અરજી કરવાની રહે છે.

national news vijay mallya crime branch