ડોમ્બિવલીમાં ટ્રૅક પરના બ્રિજની સીડી તૂટેલી અને જોખમી

04 May, 2019 01:44 PM IST  | 

ડોમ્બિવલીમાં ટ્રૅક પરના બ્રિજની સીડી તૂટેલી અને જોખમી

સેન્ટ્રલ રેલવેના ડોમ્બિવલી-ઠાકુર્લી રેલવે-સ્ટેશન વચ્ચે આવેલા ફુટઓવર બ્રિજનો ઉપયોગ કરીને લોકો ઈસ્ટમાંથી વેસ્ટમાં જઈ શકે છે. આ બ્રિજ ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે ઈસ્ટમાંથી વેસ્ટમાં જવા માટે આ માર્ગ એકદમ સહેલો છે અને જે પર્યાયી માર્ગ છે એ રસ્તો દોઢેક કિલોમીટર લાંબો છે. જોકે મહત્વ ધરાવતા આ બ્રિજની સીડીઓનું રિપેરિંગ ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં રેલવે દ્વારા કોઈ ર્બોડ લગાડ્યું ન હોવાથી પ્રવાસીઓ કૂદકો મારીને જીવ જોખમમાં નાખીને પ્રવાસ કરતા નજરે ચડે છે. જ્યારે રેલવેનું કહેવું છે કે ર્બોડ બેથી ત્રણ વખત લગાડ્યાં, પરંતુ લોકો એ કાઢી નાખતા હતા.

સીએસએમટીમાં રેલવે-બ્રિજની દુર્ઘટનામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા બાદ આ ઘટનાની દરેક સ્તરે ટીકા કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને રેલવેએ બધા રેલવે-બ્રિજની તપાસ કરીને જ્યાં જરૂર હોય ત્યાં રિપેરિંગ હાથ ધર્યું છે. એ અનુસાર ડોમ્બિવલી-ઠાકુર્લી રેલવે-સ્ટેશન વચ્ચે આવેલા ગણેશમંદિર પાસેના ફુટઓવર બ્રિજની બન્ને બાજુની સીડીઓનું રિપેરિંગ
કરવામાં આવી રહ્યું છે, જેમાં એક બાજુનું કામ પૂરું થયું છે અને બીજી બાજુની સીડીનું કામ ચાલી રહ્યું છે.

આ પણ વાચો: નાલાસોપારામાં સેપ્ટિક ટૅન્ક સાફ કરવા ગયેલા ત્રણ વર્કરનાં મૃત્યુ

આ કામ છેલ્લા ઘણા વખતથી ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાનું પ્રવાસીઓ કહે છે જેને કારણે લોકો માટે ડોમ્બિવલી-વેસ્ટથી ઈસ્ટ બાજુએ જવા માટે પર્યાયી માર્ગ નથી અને જે છે એ લગભગ દોઢેક કિલોમીટર લાંબે છે. એવામાં આ બ્રિજનું રિપેરિંગ ચાલતું હોવાથી પ્રવાસીઓની ભારે કફોડી હાલત થાય છે. એવામાં પ્રવાસીઓએ કહેવા પ્રમાણે રેલવેએ અહીં કામ ચાલુ હોવાનું ર્બોડ માર્યું નથી અને કોઈ પ્રકારના અવરોધ પણ મૂક્યા નથી એથી અનેક પ્રવાસીઓ તોડી પાડેલી સીડીઓના ભાગ પરથી કૂદકો મારીને પ્રવાસ કરતા જોવા મળે છે.

mumbai news