અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ, બે પાયલટ લાપતા

16 March, 2023 03:35 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)માં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ (Army Helicopter Crash) થયું હતું.

પ્રતીકાત્મક તસવીર

ગુરુવારે અરુણાચલ પ્રદેશ (Arunachal Pradesh)માં ઈન્ડિયન આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ (Army Helicopter Crash) થયું હતું. જણાવવામાં આવ્યું છે કે આ ઘટના મંડલા હિલ્સ પાસે બની હતી. આ ઘટના બાદ પાયલોટ ઘટનાસ્થળેથી ગાયબ છે. તેને શોધવા માટે સેનાએ રાહત-બચાવ અભિયાન શરૂ કર્યું છે.

સેનાના પ્રવક્તાએ કહ્યું છે કે પાયલટને શોધવા માટે સર્ચ ટીમ મોકલવામાં આવી છે.

સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે ગુરુવારે સવારે લગભગ 9.15 વાગ્યે, અરુણાચલ પ્રદેશના બોમડિલા નજીક ઓપરેશનલ સોર્ટી દરમિયાન આર્મી એવિએશનના ચિત્તા હેલિકોપ્ટરનો ATC સાથે સંપર્ક તૂટી ગયો હોવાના અહેવાલ હતા. બાદમાં જાણવા મળ્યું હતું કે હેલિકોપ્ટર બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે ક્રેશ થયું હતું. પાયલોટને શોધવા માટે સેના દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: H3N2થી અત્યાર સુધીમાં 9 મોત, સૌથી વધુ કેસ મહારષ્ટ્રમાં, મુંબઈમાં નવા 4 દર્દી મળ્યા

ગયા વર્ષે 5 ઓક્ટોબરના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગમાં નિયમિત ઉડાન દરમિયાન સેનાનું ચિતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં સેનાના બે પાયલોટ ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના તવાંગના ફોરવર્ડ વિસ્તાર જેમિથંક સર્કલના બાપ તેંગ કાંગ ફોલ્સ વિસ્તાર નજીક ન્યામજાંગ ચુ ખાતે સવારે લગભગ 10 વાગે નિયમિત સોર્ટી દરમિયાન થઈ હતી. બે પાઇલોટ સાથેનું હેલિકોપ્ટર સુરવા સાંબા વિસ્તારમાંથી રૂટીન સોર્ટી પર આવી રહ્યું હતું.

national news indian army arunachal pradesh