દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા

12 April, 2020 06:41 PM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા

પ્રતિકાત્મક તસવીર

દિલ્હી નેશનલ કેપિટલ રીજન (NCR)માં આજે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે 5.46 મિનિટે આંચક આવ્યા હતા. NCRમાં ફરીદાબાદ, ગુડગાંવ, ગાઝિયાબાદ અને નોઇડાનો સમાવેશ થાય છે.

શરૂઆતમાં મળેલી માહિતિ મુજબ, ભૂકંપના આંચકાનો ફક્ત અનુભવ થયો હતો પરંતુ કોઈ પ્રકારનું નુકસાન નહોતુ થયું. પરંતુ આંચકા અનુભવાતા લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા હતા.

આઈએમડીના મતે, ભૂકંપની તીવ્રતા 3.5ની હતી અને ભૂકંપનું કેન્દ્ર પૂર્વ દિલ્હી હતું. તેને કારણે દિલ્હીમાં ભૂકંપના આંચકા વધુ અનુભવાયા હતા. 

દિલ્હી સિસમિક ઝૉન ચારમાં આવે છે અને આ ક્ષેત્ર હિમાલયની એકદમ નજીક છે. લૉકડાઉન હોવાથી લોકો પોતાના ઘરોમાં જ બંધ છે. એવામાં બૂકંપના આંચકાનો અનુભ થતા લોકો તરત ઘરમાથી બહાર આવી ગયા હાત. પરંતુ સૌથી સારી બાબત એ છે કે આ દરમ્યાન પણ લોકોએ સોશ્યલ ડિસટન્સિંગનું પાલન કર્યુઁ હતું.

આવા સમયે પણ લોકોને સોશ્યલ ડિસટન્સિંગનું પાલન કરવાની સુઝબુઝ રહી એ બહુ પ્રશંસનીય વાત છે.

earthquake delhi news faridabad noida ghaziabad