શા માટે ટ્રેન્ડ થઈ રહ્યું છે #boycottswiggy?

02 December, 2020 04:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શા માટે ટ્રેન્ડ થઈ રહ્યું છે #boycottswiggy?

તસવીર સૌજન્યઃ ટ્વીટર

સોશ્યલ મીડિયામાં  #boycottswiggy વાયરલ થઈ રહ્યુ છે. ફૂડ ડિલિવરી એપ સ્વીગીએ વર્તમાનમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ટિપ્પણી આપી હતી જે તેને ભારી પડી હતી, જેની શરૂઆત ટ્વીટરમાં નાણા પ્રધાન નિર્મલા સિતારામનના બનાવટી અકાઉન્ટમાં આપેલી એક કમેન્ટથી થઈ હતી.

આ બનાવટી અકાઉન્ટમાં એક ટ્વીટ લખાઈ કે, ખેડૂત આંદોલન બાબતે મારા એક ભક્ત મિત્ર સાથે દલીલ થઈ હતી. તેણે કહ્યું કે આપણે અનાજ માટે ખેડૂતો ઉપર નિર્ભર નથી. આપણે સ્વીગીથી પણ ફૂડ મગાવી શકીએ છીએ. આ દલીલમાં તેની જીત થઈ હતી.

આ સામે સ્વીગીએ રિપ્લાય કર્યો કે, સોરી, અમે એજ્યુકેશન રિફંડમાં આપતા નથી.

સ્વીગીના આ રિપ્લાયમાં એવુ પ્રતિત થતુ હતુ કે સ્વીગી એવા લોકોને અભણ માને છે જેનું માનવું છે કે ફૂડ ડિલિવરી કંપની ખેડૂત ઉપર નિર્ભર છે તેઓ અભણ છે. સ્વીગીનો આ રિપ્લાય ખૂબ જ વાયરલ થયો હતો અને લોકોએ પણ સ્વીગીને રિપ્લાય આપતા ખૂબ મજાક ઉડાવી હતી.

 

 

અંતે ટ્વીટરમાં  #boycottswiggy ખૂબ જ વાયરલ થયુ હતું.

swiggy twitter