મૈં શાદી નહીં કરુંગા મુઝે યોગીજી બનના હૈ

17 April, 2024 09:01 AM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

રૂડકીમાં યોગી આદિત્યનાથ જેવી વેશભૂષા કરીને આવેલો છોકરો સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ

લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ઉત્તરાખંડના રૂડકીમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જ્યારે ગયા હતા ત્યારે શૌર્ય નામનો એક છોકરો પણ મુખ્ય પ્રધાન જેવી ભગવી વેશભૂષા અને મુંડન કરીને આવ્યો હતો અને તે સોશ્યલ મીડિયામાં છવાઈ ગયો હતો. આ છોકરાને જ્યારે પૂછવામાં આવ્યું કે તું આવો ડ્રેસ પહેરીને કેમ આવ્યો છે ત્યારે તેણે કહ્યું હતું કે મને યોગીજી ખૂબ ગમે છે અને મારે પણ યોગીજી બનવું છે, હું યોગીજી બનીને જ રહીશ. તેને કહેવામાં આવ્યું કે યોગીજીએ તો લગ્ન નથી કર્યાં તો તેણે પણ કહ્યું હતું કે મૈં ભી શાદી નહીં કરુંગા. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આ છોકરાને જોઈને ખુશ થયા હતા અને તેને સ્ટેજ પર બોલાવીને બુકે આપીને સ્વાગત કર્યું હતું. શૌર્યએ યોગીજીની જેમ જ ડ્રેસ પહેર્યો હતો અને તેનો કૉન્ફિડન્સ પણ જબરદસ્ત દેખાતો હતો.

national news yogi adityanath Lok Sabha Election 2024