બિહારમાં ગજબની દારૂબંધી, વિધાનસભાના પ્રિમાઇસિસમાં જ દારૂની બૉટલો મળી આવી

01 December, 2021 01:15 PM IST  |  Patna | Agency

કોઈ ગરબડ કરે છે તો તેને છોડવો ન જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ. હજી થોડા દિવસ પહેલાં જ બિહારના અનેક જિલ્લામાં દેશી દારૂને કારણે મોટી સંખ્યામાં લોકોનાં મોત નીપજ્યાં હતાં. 

બિહારમાં ગજબની દારૂબંધી, વિધાનસભાના પ્રિમાઇસિસમાં જ દારૂની બૉટલો મળી આવી

બિહારના રાજકારણમાં ગઈ કાલે માહોલ ગરમાયો હતો, જેનું કારણ એ હતું કે બિહાર વિધાનસભાના પ્રિમાઇસિસમાં જ દારૂની ખાલી બૉટલો મળી હતી. વિપક્ષના નેતા તેજસ્વી યાદવ જાતે એ જગ્યાએ ગયા હતા જ્યાંથી દારૂની બૉટલો મળી હતી. તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની સુરક્ષા ખૂબ જ ચુસ્ત હોવા છતાં દારૂની બૉટલ્સ મળી એનાથી સ્પષ્ટ થાય છે કે બિહાર રાજ્યમાં દારૂબંધી નિષ્ફળ ગઈ છે. જો બિહાર વિધાનસભામાં બૉટલ્સ પહોંચી ગઈ છે તો મુખ્ય પ્રધાને રાજીનામું આપી દેવું જોઈએ. જ્યાં સીએમ બેસે છે ત્યાંથી એ જગ્યા ૫૦ મીટર પણ દૂર નહીં હોય.
તેમણે વધુ કહ્યું હતું કે હાલમાં જ મુખ્ય પ્રધાને એક નાટકનું સુકાન સંભાળ્યું હતું, જેમાં એનડીએના ધારાસભ્યોએ અહીં સેન્ટ્રલ હૉલમાં દારૂનું સેવન નહીં કરવાના શપથ લીધા હતા અને એના ૨૪ કલાકમાં જ દારૂની બૉટલ્સ એ જ પ્રિમાઇસિસમાં મળી આવી છે.
સીએમ નીતિશકુમારે જણાવ્યું હતું કે દારૂની બૉટલ્સ મળવી એ ગંભીર બાબત છે. અહીં દારૂની બૉટલ્સ આવવી એ સામાન્ય વાત નથી. કોઈ ગરબડ કરે છે તો તેને છોડવો ન જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ. હજી થોડા દિવસ પહેલાં જ બિહારના અનેક જિલ્લામાં દેશી દારૂને કારણે મોટી સંખ્યામાં લોકોનાં મોત નીપજ્યાં હતાં. 

bihar national news