બોમ્માઈ કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન

28 July, 2021 12:13 PM IST  |  Karnataka | Agency

વ્યવસાયે એન્જિનિયર બોમ્માઈ ૨૦૦૮માં જનતા દળ (સેક્યુલર) છોડીને બીજેપીમાં જોડાયા હતા. કન્નડ, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષા પર તેમની સારી પકડ છે.

બોમ્માઈ કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન

બૅન્ગલોર : બીજેપીશાસિત કર્ણાટકમાં સોમવારે યેદિયુરપ્પાએ મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપ્યું ત્યાર બાદ હવે તેમના સ્થાને બસવરાજ બોમ્માઈને ચીફ મિનિસ્ટરનો હોદ્દો આપવામાં આવ્યો છે. 
તેમના પિતા એસ. આર. બોમ્માઈ ૧૯૯૦ના દાયકામાં કર્ણાટકના મુખ્ય પ્રધાનપદે હતા. યેદિયુરપ્પાના નજીકના મિત્ર ૬૧ વર્ષના બોમ્માઈ વિનમ્ર સ્વભાવ અને મૃદુભાષી છે. તેઓ યેદિયુરપ્પાના બન્ને પ્રધાનમંડળમાં રહી ચૂક્યા છે. વ્યવસાયે એન્જિનિયર બોમ્માઈ ૨૦૦૮માં જનતા દળ (સેક્યુલર) છોડીને બીજેપીમાં જોડાયા હતા. કન્નડ, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષા પર તેમની સારી પકડ છે.

national news karnataka