નબળું વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્મિત સમસ્યા?

02 September, 2020 07:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નબળું વિપક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિર્મિત સમસ્યા?

રાહુલ ગાંધી (ફાઈલ ફોટો)

દેશના અર્થતંત્રમાં સતત ઘટાડો અને ચીન સાથેના ટેન્શનને લીધે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ટ્વીટના માધ્યમે હૂમલો કર્યો હતો. રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના લીધે આવેલી છ સમસ્યાઓને હાઈલાઈટ કરી હતી. તેનું કહેવું હતું કે આ સમસ્યાઓ વડાપ્રધાન મોદીના લીધે આવી છે. જોકે રાહુલ ગાંધીના આ ટ્વીટ ઉપર લોકો રોષે ભરાયા છે. બોલીવુડ ડાયરેક્ટર હંસલ મહેતા (Hansal Mehta)એ પણ રાહુલની ટ્વીટમાં ટીપ્પણી આપી છે. જે હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ છે.

રાહુલ ગાંધીએ છ સમસ્યાને હાઈલાઈટ કરી હતી, જેમાં જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો, બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધુ, 12 કરોડ નોકરી ખતમ, કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટીમાં વળતર નથી આપી રહી, વિશ્વમાં સૌથી વધુ કોવિડ-19 કેસ અને મૃત્યુ ભારતમાં અને ભારતની સીમા ઉપર વિદેશીઓની ઘુસપૈઠનો મુદ્દો હતો.

રાહુલ ગાંધીની આ ટ્વીટ સામે હંસલ મહેતાએ લખ્યું કે, એક ખૂબ જ નબળું વિપક્ષ. હંસલ મહેતાએ રાહુલની ટ્વીટનો સંદર્ભ લઈને નબળા વિપક્ષને પણ વડાપ્રધાન મોદી નિર્મિત સમસ્યાઓમાં જોડ્યો છે. હંસલ મહેતાના આ ટ્વીટમાં ભારે પ્રમાણમાં રિએક્શન આવી રહ્યા છે.

national news rahul gandhi hansal mehta narendra modi