સ્મૃતિ માન્ધનાના મિત્રએ હવે પલાશ મુચ્છલ સામે FIR દાખલ કરી, જાણો શું છે કેસ?

06 May, 2026 02:03 PM IST  |  Sangli | Gujarati Mid-day Online Correspondent

ગયા વર્ષે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બૅટર સ્મૃતિ માન્ધના અને પ્રખ્યાત સંગીતકાર પલાશ મુચ્છલ વચ્ચેના સંબંધો તૂટવાથી ચાહકોનું દિલ તૂટી ગયું હતું. નવેમ્બર 2025 માં, તેમના લગ્નની એક રાત પહેલા, આ સંબંધ અચાનક સમાપ્ત થઈ ગયો.

બૉલિવુડ સંગીતકાર પલાશ મુચ્છલ અને સ્મૃતિ માન્ધનાનો એક્સ બૉયફ્રૅન્ડ

સ્મૃતિ માન્ધનાનો એક્સ બૉયફ્રૅન્ડ અને બૉલિવુડ સંગીતકાર પલાશ મુચ્છલ ફરી એકવાર મુશ્કેલીમાં મુકાયો છે. સાંગલીમાં તેની સામે FIr નોંધવામાં આવ્યો હોવાના અહેવાલ છે. પ્રખ્યાત બૉલીવુડ સંગીતકાર અને ગીતકાર પલાશ મુચ્છલ સામે ગંભીર ફોજદારી કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાના બાળપણના મિત્ર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ પોલીસે ઍટ્રોસિટી ઍક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

ફરિયાદીએ શું કહ્યું?

સાંગલીના શાસ્ત્રી નગર વિસ્તારના રહેવાસી 34 વર્ષીય વિજ્ઞાન પ્રકાશ માનેએ અગાઉ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને હવે તેની સામે FIR દાખલ કરવામાં આવી છે. FIR અને ફરિયાદ મુજબ, પલાશ મુચ્છલે વિજ્ઞાન પ્રકાશ માને સાથે જાતિ આધારિત શાબ્દિક દુર્વ્યવહાર કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું છે કે આ ઘટના 22 નવેમ્બર, 2025 ના રોજ સાંગલી-અષ્ટા રોડ પર સ્થિત ટોલ પ્લાઝાની નજીક બની હતી. 

તપાસ શરૂ થઈ

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 2025 માં, પલાશ મુચ્છલે વિજ્ઞાન માનેનો સંપર્ક કર્યો હતો અને ફિલ્મ પ્રોડક્શન પ્રોજેક્ટ માટે રૂ. 25 લાખ મેળવ્યા હતા. ત્યારબાદ, માનેએ વારંવાર પૈસા પરત કરવાની માગણી કરી હતી. ૨૨ નવેમ્બરના રોજ, જ્યારે તેમણે ફરી એકવાર રકમ પરત કરવાની માગણી કરી, ત્યારે ઝઘડો થયો, જે દરમિયાન તેમની સાથે કથિત રીતે જાતિ આધારિત શાબ્દિક દુર્વ્યવહાર કરવામાં આવ્યો. પલાશ મુછલ અગાઉ પણ આ મામલાના સંદર્ભમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નવેમ્બરમાં, એવી વ્યાપક અટકળો ચાલી રહી હતી કે સ્મૃતિ માન્ધના સાથેનો તેનો લગ્ન સમારોહ સાંગલીમાં જ થવાનો હતો. જોકે, અજ્ઞાત કારણોસર, લગ્ન રદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, જાન્યુઆરીમાં, વિજ્ઞાન માનેએ પણ તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ તાજેતરની ફરિયાદ બાદ, સાંગલી શહેર પોલીસે પલાશ મુછલ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમ 3(1) - જેને સામાન્ય રીતે અત્યાચાર અધિનિયમ તરીકે ઓળખવામાં આવે છે, તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2) અને 352 હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ હાલમાં આ મામલે વધુ તપાસ કરી રહી છે અને વધારાની માહિતી ભેગી કરી રહી છે.

સ્ટાર ભારતીય મહિલા ક્રિકેટર સાથે લગ્નને લઈને વિવાદ થયો હતો

ગયા વર્ષે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બૅટર સ્મૃતિ માન્ધના અને પ્રખ્યાત સંગીતકાર પલાશ મુચ્છલ વચ્ચેના સંબંધો તૂટવાથી ચાહકોનું દિલ તૂટી ગયું હતું. નવેમ્બર 2025 માં, તેમના લગ્નની એક રાત પહેલા, આ સંબંધ અચાનક સમાપ્ત થઈ ગયો. ત્યારબાદ, અહેવાલો આવ્યા કે પલાશે સ્મૃતિ સાથે છેતરપિંડી કરી હતી, જેના કારણે તેઓ અલગ થઈ ગયા હતા. રસપ્રદ વાત એ છે કે, સ્મૃતિ માન્ધના આ સમગ્ર વિવાદ પર મૌન રહી છે. બીજી તરફ, પલાશે સતત તેના પર લાગેલા છેતરપિંડીના આરોપોને નકારી કાઢ્યા છે.

smriti mandhana sangli indian womens cricket team maharashtra news maharashtra