બોઇંગ ૧૨,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરશે

29 May, 2020 04:13 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બોઇંગ ૧૨,૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરશે

વિશ્વની અગ્રણી વિમાન ઉત્પાદક અમેરિકન કંપની બોઇંગે ૧૨,૦૦૦ કર્મચારીઓની નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે. એમાંથી ૬૭૭૦ કર્મચારીઓને આ અઠવાડિયે કાઢી મૂકવામાં આવશે,

જ્યારે આશરે ૫૦૦૦ કર્મચારીઓને આવતા અઠવાડિયે છુટા કરવામાં આવશે. બોઇંગે કર્મચારીઓ માટે મરજીથી નોકરી છોડવા માટેનો એક કાર્યક્રમ પણ ચલાવ્યો છે. છટનીમાં આ યોજના હેઠળ નોકરી છોડનારા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

બોઇંગમાં લગભગ ૧.૬ લાખ કર્મચારીઓ કાર્યરત છે. કોરોના ચેપને કારણે સમગ્ર વિશ્વમાં હવાઈ મુસાફરીની અસર થઈ છે. કંપનીનું માનવું છે કે આનાથી ભવિષ્યમાં તેના વ્યવસાય પર ભારે અસર થશે. આથી જ કંપનીએ પોતાના કાર્યબળનો ૧૦ ટકા ભાગ કાઢવાનો નિર્ણય કર્યો છે. કર્મચારીઓને લખેલા પત્રમાં બોઇંગના પ્રમુખ અને સીઈઓ ડેવિડ કાલ્હાઉને ગયા મહિને કર્મચારીઓને લખેલા પત્રમાં કહ્યું હતું કે અમે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની જાહેરાત હેઠળ મરજીથી નોકરી છોડવા માટેનો એક કાર્યક્રમ શરૂ કર્યો હતો. હવે મને એ કહેતાં ખૂબ જ દુઃખ થાય છે કે અમે કર્મચારીઓને નોકરીથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત આ સપ્તાહે અમેરિકામાં ૬૭૭૦ કર્મચારીઓને કાઢવામાં આવશે.

coronavirus covid19 national news