બેંગલુરુમાં ગોડાઉનમાં જોરદાર વિસ્ફોટ, 3 લોકોના મોત, 4 ઘાયલ

23 September, 2021 04:27 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કર્ણાટકના બેંગલુરુમાં એક મોટો વિસ્ફોટ થયો હતો, જેમાં 3 લોકોના મોત થયા છે.

પ્રતીકાત્મક તસવીર

કર્ણાટકના બેંગલુરુમાં એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. દુર્ઘટનામાં બુધવારે બે મહિલા બળીને  ખાખ થઈ ગઈ હતી. જ્યારે ગુરુવારે અન્ય એક આગની ઘટનામાં 3 લોકોના મોત થયા અને 4 લોકો ઘાયલ થયા છે. 

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના શહેરના મધ્યમાં ચામરાજપેટ વિસ્તારમાં રોયાન સર્કલ નજીક ન્યૂ થરાગુપેટના ગોડાઉનમાં બની હતી. બ્લાસ્ટની અસરને કારણે પીડિતોના મૃતદેહો ગોડાઉનથી દૂર રસ્તા પર ફેંકાયા હતા. વિસ્ફોટમાં 10 જેટલા દ્વિચક્રી વાહનો અને એક ટ્રકને નુકસાન થયું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ મુરલીધર, અસલમ અને ફયાઝ તરીકે થઈ છે.

આ ઘટના અંગે ડીસીપી (દક્ષિણ, બેંગલુરુ) હરીશ પાંડેએ કહ્યું કે, આ વિસ્ફોટ એક ફટાકડાને સંગ્રહ કરવામાં આવતાં ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં થયો હતો.વિસ્ફોટ એલપીજી સિલિન્ડર વિસ્ફોટ, ગેસ કોમ્પ્રેસર અથવા વીજળીના શોર્ટ સર્કિટને કારણે થયો નથી.

ગોડાઉનમાં ફટાકડાનો જથ્થાને નુકસાન થયું નથી, વિસ્ફોટ થવાના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે. તે એક પરિવહન ગોડાઉન છે અને ફટાકડા કેવી રીતે સંગ્રહિત કરવામાં આવે છે, તે ક્યાંથી લાવવામાં આવ્યા છે તેની તપાસ પણ કરવામાં આવશે.

ગોડાઉનની અંદર બે અને ગોડાઉનની બહાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વિસ્ફોટ એટલો જોદાર હતો કે પીડિતોના શરીરના અંગો સમગ્ર વિસ્તારમાં પથરાય ગયા હતા. નજરે જાનારાએ કહ્યું કે તે બોમ્બ વિસ્ફોટ જેવું લાગ્યું હતું. 100 મીટર દૂર આવેલી ઇમારતોમાં પણ આંચકા અનુભવાયા હતા. વિસ્ફોટના સ્થળની નજીકમાં પાર્ક કરેલી બાઇકોના ટુકડા થઈ ગયા હતા અને એક મીની ટ્રકને પણ નુકસાન થયું હતું.

 

national news bengaluru karnataka