રોજના ૫૦ લાખ લોકોને રસી આપવાની બીજેપીની યોજના

08 April, 2021 11:24 AM IST  |  New Delhi | Agency

પાંચ રાજ્યોમાંની વિધાનસભાની ચૂંટણી માટેના વર્તમાન પ્રચારકાર્ય પૂરા થશે એટલે વ્યાપક રસીકરણની આ યોજના લૉન્ચ કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોનાની નવી લહેરના પ્રસાર વચ્ચે રસીકરણની પ્રક્રિયા વેગ પકડી રહી છે ત્યારે ગઈ કાલે જાહેરાત કરાઈ હતી કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ વ્યાપક યોજના બનાવી છે જે અંતર્ગત દેશમાં રોજના ૫૦ લાખ લોકોને કોરોના વિરોધી રસી મૂકવામાં આવશે. રસી મૂકવાની પ્રક્રિયાને વ્યાપક ઝુંબેશ બનાવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા બીજેપીના પ્રમુખ જે. પી. નડ્ડાએ તાજેતરમાં પક્ષના નેતાઓને કહ્યું એને પગલે આ પ્લાનની જાહેરાત કરાઈ છે.
પક્ષના રાજ્યસભાના મેમ્બર અનિલ જૈન ખુદ ડૉક્ટર છે અને તેમણે આ ઝુંબેશને સફળ બનાવવા એક ટીમ તૈયાર કરી છે. પાંચ રાજ્યોમાંની વિધાનસભાની ચૂંટણી માટેના વર્તમાન પ્રચારકાર્ય પૂરા થશે એટલે વ્યાપક રસીકરણની આ યોજના લૉન્ચ કરવામાં આવશે. હાલમાં આ ટીમ ૩૧ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચાલતી રસીકરણની પ્રક્રિયાનું અવલોકન કરી રહી છે.

national news bharatiya janata party