મમતા બૅનરજીને બીજેપીનો પડકાર, ‘વારાણસીમાંથી ચૂંટણી લડી બતાવો’

03 April, 2021 12:12 PM IST  |  New Delhi | Agency

નંદીગ્રામમાં ૮૮ ટકા લોકોએ મત આપ્યા

મમતા બૅનરજી કૂચ બિહાર જિલ્લામાં ગઈ કાલે ચૂંટણીપ્રચાર સભા સંબોધી રહ્યાં હતાં ત્યારે ટેકેદારે નજીક આવી તેમને વંદન કર્યા હતા. પી.ટી.આઇ.

ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજીને ૨૦૨૪માં વારાણસીની લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે આવકાર્યાં છે અને જણાવ્યું હતું કે તેમને કદી ‘બહારની વ્યક્તિ’ ગણવામાં નહીં આવે.
આ પડકાર સંદર્ભે અહીં ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કૉન્ગ્રેસ (ટીએમસી)ના સંસદસભ્ય મહુઆ મોઇત્રાની ટ્વીટને પગલે એવી અટકળોને વેગ મળ્યો હતો કે મમતા બૅનરજી વારાણસીથી નરેન્દ્ર મોદીને પડકારી શકે છે.
બંગાળની વર્તમાન ચૂંટણીમાં બીજેપીના સુવેન્દુ અધિકારીએ નંદીગ્રામમાં મમતાને પડકાર્યાં છે. જોકે મમતા માત્ર નંદીગ્રામ બેઠક પરથી જ બીજેપીના સુવેન્દુ અધિકારી સામે લડી રહ્યાં છે. આ બેઠક પર ગુરુવારે મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીસભાને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે ‘મમતા બૅનરજી પશ્ચિમ બંગાળમાં છેલ્લા તબક્કામાં મતદાન થવાનું હોય એવી અન્ય બેઠક પરથી લડી શકે છે એ પ્રકારની ઘણી અફવા ઊડી રહી છે.

નંદીગ્રામમાં ૮૮ ટકા લોકોએ મત આપ્યા

પશ્ચિમ બંગાળમાં ગુરુવારે બીજા તબક્કામાં ૮૬.૧૧ ટકા મતદારોએ મતદાન કર્યું હતું. ગુરુવારે સત્તાવાર રીતે જણાવાયું હતું કે રાજ્યમાં બીજા તબક્કામાં ૮૦ ટકા મતદાન થયું છે. જોકે ગઈ કાલે નવેસરથી સત્તાવાર આંકડા આપવામાં આવ્યા હતા.
નંદીગ્રામ મતદારક્ષેત્ર જ્યાં મમતા બૅનરજી ટીએમસીમાંથી છૂટાં થઈ બીજેપીમાં જોડાયેલા સુવેન્દુ અધિકારી સામે ચૂંટણી લડી રહ્યા છે ત્યાં ૮૮.૦૧ ટકા મતદારોએ મતદાન કર્યું હોવાનું સીઈઓએ જણાવ્યું હતું. નંદીગ્રામ આખા બંગાળ રાજ્યમાં સૌથી મહત્ત્વનો મતવિસ્તાર છે. 

national news kolkata mamata banerjee bharatiya janata party