ભાજપ ઈડી અને સીબીઆઈ દ્વારા મહારાષ્ટ્ર સરકાર પર દબાણ લાવવા માગે છે: શિવસેના

22 September, 2021 12:55 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ઈડી અને સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈ શિવસેનાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.

શિવસેના પાર્ટી સિમ્બોલ

છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં ઈડી અને સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈ શિવસેનાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. મહારાષ્ટ્ર સરકાર સામે કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરવા બદલ ભાજપ પર પ્રહાર કરતા શિવસેનાએ મંગળવારે કહ્યું કે રાજ્યપાલથી લઈને રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુધી દરેક લોકો મહા વિકાસ આઘાડી (MVA)સરકારને દુશ્મનની જેમ વર્તે છે.

શિવસેના પાર્ટીના મુખપત્ર સામનાના સંપાદકીયમાં સેનાએ કહ્યું કે, ભાજપ સરકાર પર દબાણ લાવવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)જેવી કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરી રહી છે. કેન્દ્રની રણનીતિનો ઉપયોગ કરવા છતાં MVA સરકાર પડી રહી નછી, જે ભાજપના નેતાઓ હતાશ થયા છે.

રાજ્યપાલથી લઈને વિપક્ષના નેતા સુધી દરેક જણ મહારાષ્ટ્ર સરકાર સાથે દુશ્મનની જેમ વર્તે છે. રાજ્યમાં તણાવ ઉભો કરવો, તેની પ્રગતિ અટકાવવી, સનસનાટી મચાવવા માટે પાયાવિહોણા આક્ષેપો કરવા એ ભાજપની નીતિ બની ગઈ છે. જો બંધારણીય પદ પરના કોઈપણ મંત્રી કે વ્યક્તિએ કોઈ ખોટું કામ કર્યું હોય તો ACB, EOW અને પોલીસ જેવી ઘણી એજન્સીઓ છે પરંતુ ભાજપના નેતાઓ માત્ર ED અને CBI વિશે વાત કરે છે.

વધુમાં શિવસેનાએ ઉમેર્યું હતું કે, ભાજપના નેતાઓ એવું માને છે કે ED અને CBI જેવી કેન્દ્રીય એજન્સીઓ તેમના ખિસ્સામાં છે. ઈડીનો ઉપયોગ કરી તે મહારાષ્ટ્ર સરકારની ઊંઘ હરામ કરવા માગે છે, પણ એવુ થતું નથી.  કેન્દ્રના દબાણ છતાં મહારાષ્ટ્ર સરકાર પડી રહી નથી અને ભાજપને આ વાત ખટખટી રહી છે. 

 

 

 

shiv sena bharatiya janata party maharashtra