કૅગની પાંખો કાપવાના પ્રયાસ સામે કૉન્ગ્રેસને બીજેપીએ આપી

13 November, 2012 06:01 AM IST  | 

કૅગની પાંખો કાપવાના પ્રયાસ સામે કૉન્ગ્રેસને બીજેપીએ આપી

કેન્દ્રીય પ્રધાન નારાયણસામીએ રવિવારે કૅગને એકથી વધુ સભ્યો ધરાવતી સંસ્થા બનાવવા સરકાર વિચારી રહી હોવાનો સંકેત આપ્યો હતો. સરકારની આ હિલચાલનો વિરોધ કરતાં બીજેપીએ કહ્યું હતું કે આ પગલું કૉન્ગ્રેસ માટે બૂમરૅન્ગ પુરવાર થશે. આ મુદ્દે બાદમાં કૉન્ગ્રેસે કૅગના માળખામાં કોઈ ફેરફાર નહીં થાય એમ જણાવ્યું હતું.


નારાયણસામીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ભૂતપૂર્વ કૅગે આ સંસ્થાને એકથી વધુ સભ્યો ધરાવતી બૉડી બનાવવાનું સૂચન કર્યું છે અને આ સૂચન પર વિચારણા ચાલી રહી છે. બીજેપીના નેતા એમ. વેન્કૈયા નાયડુએ કહ્યું હતું કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે કૉન્ગ્રેસને કૅગની સ્વતંત્રતા અને સ્વયત્તતા પચતી નથી. અગાઉ કોલસાની ખાણોની ફાળવણી વિશેના કૅગનાં તારણો બાદ પણ યુપીએ સરકારે કૅગની ઇમેજને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. બીજેપીના આક્રમક વલણથી હરકતમાં આવેલી કૉન્ગ્રેસે કૅગના માળખામાં કોઈ ફેરફાર નહીં થાય એવી ખાતરી આપી હતી. કૉન્ગ્રેસે એમ પણ કહ્યું હતું કે કૅગ સરકાર માટે પીડા નથી.