વિધાનસભાની ચૂંટણી બાદ બીજેપી કૃષિ કાયદાઓ પાછા લાવશે : સમાજવાદી પાર્ટી

22 November, 2021 11:08 AM IST  |  New Delhi | Agency

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દ્વારા લગભગ એક વર્ષ ચાલેલા આંદોલન પછી શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાનના ગવર્નર કલરાજ મિશ્રા અને ઉન્નાવથી બીજેપીનાં સંસદસભ્ય સાક્ષી મહારાજે કૃષિ કાયદા પર આપેલાં નિવેદનોને ટાંકીને ગઈ કાલે સમાજવાદી પાર્ટીએ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી પછી બીજેપી ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા લાવશે એવો ભય વ્યક્ત કર્યો હતો. કલરાજ મિશ્રા અને સાક્ષી મહારાજે પત્રકારોને કહ્યું હતું કે જો આવશ્યકતા હશે તો કૃષિ કાયદા ફરી પાછા લાવી શકાય છે. 
ખેડૂતો-વિશેષ કરીને પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો દ્વારા લગભગ એક વર્ષ ચાલેલા આંદોલન પછી શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી.

national news bharatiya janata party