મધ્ય પ્રદેશ વિધાનસભામાં 16મીએ ફ્લોર ટેસ્ટની માગણી કરી બીજેપીએ

13 March, 2020 10:45 AM IST  |  New Delhi

મધ્ય પ્રદેશ વિધાનસભામાં 16મીએ ફ્લોર ટેસ્ટની માગણી કરી બીજેપીએ

કમલ નાથ

જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં જોડાયાના ૨૪ કલાક બાદ મધ્ય પ્રદેશના રાજકારણમાં નવું ચૅપ્ટર જોડાઈ ગયું છે. ફ્લોર ટેસ્ટ વિશે કૉન્ગ્રેસ અને બીજેપી સામસામે છે. બીજેપીની માગણી છે કે ૧૬ માર્ચથી શરૂ થઈ રહેલા બજેટસત્રના પહેલા દિવસે ફ્લોર ટેસ્ટ કરવામાં આવે. કૉન્ગ્રેસનું કહેવું છે કે જ્યાં સુધી ધારાસભ્યોનાં રાજીનામાં વિશે નિર્ણય નહીં થાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ શક્ય નથી. આ સાથે જ સ્પીકર એનપી પ્રજાપતિએ બૅન્ગલોરથી રાજીનામું મોકલનારા ૧૯ ધારાસભ્યોને વ્યક્તિગત રીતે હાજર થવાનું કહ્યું છે.

સ્પીકર એનપી પ્રજાપતિએ ૬ ધારાસભ્યોને શુક્રવારે, ૭ ધારાસભ્યોને શનિવારે અને બાકીના ૯ ધારાસભ્યોને રવિવારે હાજર રહેવાનું કહ્યું છે. સ્પીકરે કહ્યું કે અમે ફિઝિકલ વેરિફિકેશન કરવા માગીએ છીએ કે ધારાસભ્યોએ જાતે રાજીનામું આપ્યું છે કે કોઈના દબાણમાં આવીને આપ્યું છે.

madhya pradesh Kamal Nath national news