આજ આપને દિલ જીત લિયા

06 October, 2025 08:39 AM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

BJPના સંસદસભ્ય રાજીવ પ્રતાપ રુડીએ પટનાથી દિલ્હીની ફ્લાઇટમાં કો-પાઇલટ બનીને રોચક અંદાજમાં આપેલી યાત્રાની જાણકારી પર કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ ફિદા થઈ ગયા

શિવરાજ સિંહ એનાથી ફિદા થઈ ગયા હતા

શનિવારે પટનાથી દિલ્હી જઈ રહેલી એક ફ્લાઇટમાં કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સફર કરી રહ્યા હતા એ વખતે BJPના સંસદસભ્ય રાજીવ પ્રતાપ રુડી એ ફ્લાઇટના કો-પાઇલટ બનીને કૉકપિટમાં હતા. તેમણે ફ્લાઇટ શરૂ થતાં પહેલાં અનોખા અંદાજમાં યાત્રાની માહિતી આપી હતી. શિવરાજ સિંહ એનાથી ફિદા થઈ ગયા હતા અને સોશ્યલ મીડિયા પર તેમની પ્રશંસા કરતાં લખ્યું હતું...

‘રાજીવજી, આજ આપને દિલ જીત લિયા. આજે તમે યાત્રીઓને રોચક અને સરળ ભાષામાં યાત્રા સાથે સંકળાયેલી માહિતી આપી. તમે કેવી મજાની શરૂઆત કરી - આજે પટનાની ચારે તરફ વાદળો અડ્ડો જમાવી બેઠાં છે. કાલથી લગાતાર વરસાદ થઈ રહ્યો છે. વાદળોની વચ્ચે અને હળવા વરસાદની સાથે આપણે દિલ્હીની યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છીએ. રસ્તામાં આપણે બનારસ ઉપરથી પસાર થઈશું. પછી ડાબી બાજુએ પ્રયાગરાજ અને જમણી બાજુ લખનઉ દેખાશે. ગંગાજી અને યમુનાજીનાં દર્શન કરતાં-કરતાં આપણે દિલ્હીની સફર પૂરી કરીશું. ઊતરતી વખતે જો વાદળ નહીં હોય તો નોએડાનાં હાઇરાઇઝ બિલ્ડિંગોની રોશની પણ જોવા મળશે. - તમે યાત્રા સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાતોની જાણકારી આપી રહ્યા હતા. તમારો એ અંદાજ બહુ નિરાળો લાગ્યો. જે લોકો વ્યસ્તતાઓની વચ્ચે પણ પોતાના હુન્નર માટે સમય કાઢે છે એ લોકો વિરલ હોય છે. જમીનથી જોડાયેલા રહેવું આને જ કહે છે.’

national news india patana delhi new delhi social media Shivraj Singh Chouhan