માયાવતી પ્રત્યે ભાજપ ધારાસભ્યના બગડ્યા બોલ, તમામ રાજનૈતિક દળો નારાજ

20 January, 2019 07:44 PM IST  | 

માયાવતી પ્રત્યે ભાજપ ધારાસભ્યના બગડ્યા બોલ, તમામ રાજનૈતિક દળો નારાજ

માયાવતી પર સાધના સિંહના નિવેદનથી વિવાદ

ભાજપના ધારાસભ્ય સાધના સિંહના બસપા સુપ્રીમો માયાવતી માટે અમર્યાદિત બોલથી તમામ રાજનૈતિક દળો નારાજ છે. વિવાદ વધતા સાધના સિંહે લેખિતમાં માફી માંગી છે. જો કે નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો છે. સમાજવાદી પાર્ટી અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઈન્ડિયા(એ) એ તો આ મામલે કાર્રવાઈની માંગ કરી છે. ભાજપના ધારાસભ્યએ સ્ટેટ ગેસ્ટ હાઉસ કાંડને લઈને માયાવતી માટે અમર્યાદિત નિવેદન આપ્યું હતું.

નિવેદન ભાજપના નૈતિક દેવાળિયાપણા સમાનઃ અખિલેશ

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વીટ કરીને કહ્યું કે આ ભાજપની નૈતિકતાના પતન અન હતાશાનું પ્રતીક છે. સપા અધ્યક્ષે કહ્યું કે મુગલસરાયથી ભાજપના ધારાસભ્યએ જે રીતે આપત્તિજનક અપશબ્દોનો માયાવતી માટે પ્રયોગ કર્યો છે. આ ભાજપની નૈતિકનાતનું પતન અને દેશની મહિલાઓનું અપમાન છે.

સપાએ દાખલ કરી ફરિયાદ
સપાના પૂર્વ સાંસદ રામકિશુન યાદવે આ મામલે ફરિયાદ કરી છે. સમાજવાદી પાર્ટીના પ્રતિનિધિમંડળે SP સંતોષ સિંહ સાથે મળીને કાયદાકીય કાર્રવાઈની માંગ કરી. રામકિશુને કહ્યું કે જિલ્લા તંત્રએ તો આ વાતને અણદેખી કરી તો આંદોલન થશે.

રામદાસ અઠાવલે નારાજ
બસપાના સુપ્રીમો માયાવતી પર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાધના સિંહના વિવાદિત નિવેદનથી કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે નારાજ છે. તેમણે કહ્યું કે માયાવતી પર વિવાદિત નિવેદન સહન નહીં કરવામાં આવે. અઠાવલેએ કહ્યું કે અમારી પાર્ટી ભાજપની સાથે છે. પરંતુ અમે આ અપમાનજનક ટિપ્પણીથી સહમત નથી. તેમણે કહ્યું કે માયાવતી દલિત સમુદાયના મજબૂત મહિલા અને સારા પ્રશાસક છે. તેમણે કાર્રવાઈની પણ માંગ કરી.

આ પણ વાંચોઃ મિશન 2019: મહાગઠબંધનમાં SP-BSP વચ્ચે ફસાયો પેચ, કોંગ્રેસે RJDને કહી આ વાત

ચીરહરણ કરનારાઓ સાથે મિલાવ્યા હાથઃ સાધના
ભાજપના ધારાસભ્ય સાધના સિંહે ચંદૌલીમાં કૃષિ કુંભ દરમિયાન ભાજપના ખેડૂત મોરચાના પ્રભારી અને ધારાસભ્ય પંકજ સિંહની હાજરીમાં એક એવું નિવેદન આપ્યું જે ભાજપ માટે પરેશાનીનું કારણ બની શકે છે. મુગલસરાયથી ધારાસભ્ય સાધના સિંહે ભાષણ દરમિયાન માયાવતી પર નિશાન સાધ્યું. તેમણે બપસા પ્રમુખને ગેસ્ટ હાઉસ કાંડની યાદ અપાવતા કહ્યું કે તેઓ સત્તા માટે ચીરહરણ કરનારાઓ સાથે મળી ગયા. ધારાસભ્યના આ નિવેદન બાદ રાજકારણ અને સોશિયલ મીડિયામાં હલચલ શરૂ થઈ ગઈ છે.

mayawati bahujan samaj party akhilesh yadav bharatiya janata party