મધ્યપ્રદેશ: મોબાઈલ રિચાર્જ ફ્રી માં કરાવવું છે? તો જલદી મુકાવો કોરોનાની રસી

17 June, 2021 04:04 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભોપાલની બૈરસિયા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ રસીકરણને લઈ એક જાહેરાત કરી છે.

તસવીરઃ સૌજન્ય AFP

દેશમાં રસીકરણની પ્રક્રિયાને તેજ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. ત્યારે મધ્યપ્રદેશમાં ભાજપના નેતાએ પણ પોતાના રાજ્યમાં રસીને લઈ જનતામાં ઉત્સાહ લાવવા એક તરકીબ અપનાવી છે.  ભાજપના ધારાસભ્યએ રાજ્યમાં લોકોને ઓફર આપી છે કે જે લોકો રસી મુકાવશે તેમને તેઓ ફ્રીમાં મોબાઈલ રિચાર્જ કરી આપશે. 

ભોપાલની બૈરસિયા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ રસીકરણને લઈ એક જાહેરાત કરી છે. તેમના મત વિસ્તારમાં તેમણે રસી મુકાવનાર લોકોનું ફ્રિ માં મોબાઈલ રિચાર્જ કરી આપવાની ઓફર આપી છે.  તેમણે કહ્યું કે જે લોકો 30 જૂન સુધીમાં રસી મુકાવશે તેમના મોબાઈલનું ફ્રિ માં રિચાર્જ કરી આપવામાં આવશે. 

આ ઉપરાંત વિષ્ણુ ખત્રીએ પંચાયતો માટે પણ એક જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જે પંચાયત 100 ટકા રસીકરણનો ટાર્ગેટ પુરો કરશે  તેમને  ધારાસભ્ય નીધિ  ફંડમાંથી 20 લાખ રૂપિયા વિકાસના કામો કરવા માટે અલગથી આપવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા હોશંગાબાદના  ભાજપના ધારાસભ્ય સીતાશરણ શર્માએ જે ગામમાં સો ટકા રસીકરણ થાય તે ગામને  10 લાખ રૂપિયા ઈનામ આપવાની જાહેરાત કરી હતી.. 

madhyapradesh covid vaccine vaccination drive national news coronavirus