હે મા...

04 June, 2016 03:42 AM IST  | 

હે મા...

હેમા માલિનીએ ગઈ કાલે ટ્વિટર પર પોસ્ટ કરેલો શૂટિંગનો ફોટો, જે પછીથી હટાવી લેવો પડ્યો.



બૉલીવુડનાં અભિનેત્રી અને મથુરાનાં સંસદસભ્ય હેમા માલિનીએ ગઈ કાલે ફરી એક વાર રાજકીય અપરિપક્વતાનું પ્રદર્શન કર્યું હતું અને એને લીધે BJPની નેતાગીરી તેમના પર રોષે ભરાઈ હતી.

મથુરામાં થયેલી હિંસામાં માર્યા ગયેલા પોલીસ-અધિકારીઓ પ્રત્યે સહાનુભૂતિ બતાવવાને બદલે હેમા માલિનીએ મઢ આઇલૅન્ડ પર ચાલતા પોતાના શૂટિંગના ત્રણ ફોટો ટ્વીટ કર્યા હતા.




તરત જ ટીકા શરૂ થઈ જતાં તેમણે ફોટો ડિલીટ કરી નાખ્યા હતા અને મથુરાની હિંસામાં માર્યા ગયેલા ટોચના બે પોલીસ-અધિકારીઓ વિશે દિલસોજી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હમણાં હું મથુરાથી પાછી આવી છું અને મને હિંસાના સમાચાર હમણાં જ મળ્યા છે. જો જરૂર હશે તો હું ફરી પાછી ત્યાં જઈશ.’

BJPએ હેમા માલિનીના ફોટોની ગંભીર નોંધ તો લીધી હતી, પણ જાહેરમાં તેમનો બચાવ કર્યો હતો. પક્ષના પ્રવક્તાએ કહ્યું હતું કે હેમા માલિની ટૂંક સમયમાં મથુરા પહોંચશે.