બીજેપીના નેતા સ્વામી ચિન્મયાનંદની જાતીય શોષણ કેસમાં ધરપકડ

21 September, 2019 08:08 AM IST  |  લખનઉ

બીજેપીના નેતા સ્વામી ચિન્મયાનંદની જાતીય શોષણ કેસમાં ધરપકડ

સ્વામી ચિન્મયાનંદની જાતીય શોષણ કેસમાં ધરપકડ

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં લૉ કૉલેજની વિદ્યાર્થિનીના યૌન શોષણના મુદ્દે ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્યપ્રધાન અને બીજેપી નેતા સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરવામાં આવી છે. આ માટે ટીમ શુક્રવાર સવારે તેમના આશ્રમ પહોંચી હતી. અહીંથી ચિન્મયાનંદની ધરપકડ થઈ હતી. કોર્ટે ચિન્મયાનંદને ૧૪ દિવસની જુડિશ્યલ કસ્ટડી આપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર એસઆઇટી આ મામલાની તપાસ કરી રહી છે. થોડા દિવસ પહેલાં પીડિતાએ એક પેન-ડ્રાઇવમાં પુરાવા તપાસ અધિકારીઓને સોંપ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે એસઆઇટી તેમને મેડિકલ તપાસ માટે જિલ્લા હૉસ્પિટલ લઈ ગઈ છે. ત્યાર બાદ ચિન્મયાનંદને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તબિયત ઠીક ન હોવાને કારણે ચિન્મયાનંદને બુધવારે રાતે શાહજહાંપુરની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : દિગ્વિજય સિંહને મંદિરમાં પ્રવેશ ન આપતાં પોસ્ટરો લાગ્યાં

પીડિતાએ મૅજિસ્ટ્રેટ સામે નિવેદન નોંધાવ્યા પછી પણ આ મામલે એફઆઇઆર ન નોંધાતાં નિરાશા વ્યક્ત કરી હતી. ચિન્મયાનંદની ધરપકડ ન થવા વિશે ગુરુવારે પીડિતાએ કહ્યું હતું કે જો સરકાર રાહ જોઈ રહી છે તો હું જાતે મરી જઈશ, કેરોસીન છાંટીને આપઘાત કરી લઈશ. પીડિતાએ સમગ્ર મામલા વિશે એસઆઇટી પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

bharatiya janata party national news