દક્ષિણમાં NDAનો વિસ્તાર, તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન

19 February, 2019 06:33 PM IST  |  ચેન્નઈ

દક્ષિણમાં NDAનો વિસ્તાર, તમિલનાડુમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન

BJP-AIADMK વચ્ચે થયું ગઠબંધન(તસવીર સૌજન્યઃ ANI)

લોકસભા ચૂંટણી-2019 પહેલા ભાજપે દક્ષિણમાં મજબૂતી વધારવા માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું છે. જે અંતર્ગત તમિલનાડુ અને પોંડિચેરીમાં ભાજપ અને AIADMK વચ્ચે ગઠબંધન થઈ ગયું. તેની સાથે અન્ય પણ કેટલાક દળો સામેલ છે. સમજૂતી અંતર્ગત તમિલનાડુમાં લોકસભાની 39 બેઠકોમાંથી ભાજપ પાંચ બેઠકો પર લડશે.

આ પણ વાંચોઃ લોકસભા 2019: રાહુલ છત્તીસગઢમાં કરી શકે છે 10 સભાઓ

ભાજપ તમિલનાડુમાં થનારા 21 વિધાનસભાની પેટાચૂંટણીમાં AIADMKનું સમર્થન કરશે. આ જાણકારી તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઓ પન્નીરસેલ્વમે આપી. આ મોકા પર કેન્દ્રીય રેલ મંત્રી પીયૂષ ગોયલ અને મુખ્યમંત્રી પાલાનીસ્વામી હાજર રહ્યા.

aiadmk bharatiya janata party