✕

BJP અમીરોની પાર્ટી છે અને રામ અમીરોના પ્રતીક છે, શિવ ગરીબોના દેવતા છે

30 September, 2026 09:56 AM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

દિલ્હીના કાર્યક્રમમાં તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીના આ નિવેદનથી રાજકીય વિવાદ સર્જાયો

રેવંત રેડ્ડી

તેલંગણના મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ દિલ્હીના એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને એની વિચારધારા પર આકરા પ્રહાર કરીને ભારે વિવાદ જગાવ્યો હતો. દિલ્હીમાં એક કાર્યક્રમમાં રેવંત રેડ્ડીએ જણાવ્યું હતું કે BJPએ ભગવાન રામને હથિયાર બનાવીને તેમને રાજકીય પ્રતીક બનાવી દીધા છે, જ્યારે વાસ્તવમાં ભગવાન શિવ ગરીબોના દેવતા છે અને રામ અમીરોના પ્રતીક છે.
પોતાને શિવભક્ત ગણાવતાં રેવંત રેડ્ડીએ સવાલ કર્યો હતો કે ‘BJPના નેતાઓ હંમેશાં ‘જય શ્રીરામ’ જ કેમ બોલે છે? તેઓ ક્યારેય ‘હર હર મહાદેવ’ કેમ નથી બોલતા?’ 
તેમણે કટાક્ષ કર્યો હતો કે BJP મૂળભૂત રીતે અમીરોની પાર્ટી છે તેથી તેઓ અમીરોના ભગવાન રામ સાથે જ પોતાને જોડે છે અને આ જ તેમની સીધી રાજકીય વિચારધારા છે.
રેવંત રેડ્ડીના આ વિવાદાસ્પદ નિવેદન બાદ BJPએ પણ પલટવાર કર્યો હતો. કેન્દ્રીય રાજ્યપ્રધાન બાંડી સંજયકુમારે સોશ્યલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે જે રેવંત રેડ્ડી અગાઉ મુસલમાન જ કૉન્ગ્રેસ છે અને કૉન્ગ્રેસ જ મુસલમાન છે એવું કહેતા હતા તેઓ હવે ઉત્તર અને દક્ષિણ વચ્ચે ભગવાનના નામે ભાગલા પાડી રહ્યા છે. 

national news india bharatiya janata party telangana political news