કોલસાકૌભાંડ વિશે કાલે બીજેપીએ રાષ્ટ્રપતિને કરી કૉન્ગ્રેસની ફરિયાદ

13 September, 2012 05:39 AM IST  | 

કોલસાકૌભાંડ વિશે કાલે બીજેપીએ રાષ્ટ્રપતિને કરી કૉન્ગ્રેસની ફરિયાદ

રાષ્ટ્રપતિને દરમ્યાનગીરી કરવાની માગણી કરતાં બીજેપીએ કૉમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ)ની ટીકા કરવા બદલ કૉન્ગ્રેસની ફરિયાદ કરી હતી. બીજેપીએ બંધારણીય પદની ટીકા નહીં કરવાની સલાહ કૉન્ગ્રેસને આપવા રાષ્ટ્રપતિને અપીલ કરી હતી.

બીજેપીના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણી, અરુણ જેટલી, સુષમા સ્વરાજ તથા મુરલી મનોહર જોશી ગઈ કાલે પ્રણવ મુખરજીને મળ્યાં હતાં. તેમણે કોલસાકૌભાંડ વિશેના કૅગના રર્પિોટની  વડા પ્રધાન મનમોહન સિંહ તથા કૉન્ગ્રેસે કરેલી ટીકા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. બીજેપીએ રાષ્ટ્રપતિને આપેલા મેમોરેન્ડમમાં વડા પ્રધાને ૨૭ ઓગસ્ટે સંસદમાં આપેલા સ્ટેટમેન્ટને સૌથી આઘાતજનક ગણાવ્યું હતું. આ નિવેદનમાં વડા પ્રધાને કૅગનાં તારણો સામે શંકા વ્યક્ત કરી હતી. ગઈ કાલે કૉન્ગ્રેસે સરકાર દ્વારા કૅગની ટીકા કરવામાં આવી નથી એવો દાવો કરતાં કહ્યું હતું કે ‘બીજેપીના નેતા અરુણ શૌરી, અરુણ જેટલી અગાઉ અનેક વાર કૅગની ટીકા કરી ચૂક્યા છે. આ નેતાઓએ કૅગ માટે અપમાનજનક શબ્દો પણ વાપર્યા હતા. એવું અમે ક્યારેય નથી કર્યું.’

બીજેપી = ભારતીય જનતા પાર્ટી