બીજેપીના કાર્યકારી અધ્યક્ષ બન્યા જે. પી. નડ્ડા

18 June, 2019 08:50 AM IST  |  દિલ્હી

બીજેપીના કાર્યકારી અધ્યક્ષ બન્યા જે. પી. નડ્ડા

જે. પી. નડ્ડા

બીજેપીના વરિષ્ઠ નેતા જગતપ્રકાશ નડ્ડા (જે. પી. નડ્ડા)ને પક્ષના પ્રમુખનો કાર્યકારી પદભાર સોંપવામાં આવ્યો છે. સોમવારે મોડી સાંજે દિલ્હી ખાતે યોજાયેલ બીજેપી સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. નડ્ડા કાર્યકારી પ્રમુખ હશે, જ્યારે પક્ષના પ્રમુખ તરીકે અમિત શાહ યથાવત્ રહેશે.

બીજેપીના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે અપ્રતિમ સફળતા મેળવીને પક્ષને બબ્બે વખત કેન્દ્રની સત્તા અપાવનાર અને અનેક રાજ્યોમાં સૌ પ્રથમ વખત બીજેપીની સરકાર બનાવવામાં સફળ નીવડેલા અમિત શાહે લોકસભા માટે ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી ત્યારથી જ આ સવાલ પુછાઈ રહ્યો હતો કે અમિત શાહ સરકારમાં જોડાયા પછી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષપદની જવાબદારી કોને સોંપવામાં આવશે, જેનો જવાબ હવે મળી ગયો છે. આ અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, ગૃહપ્રધાન જેવી મોટી જવાબદારી પર એકાગ્રતા જાળવવા માટે અમિત શાહે પોતે જ અન્યને આ પક્ષનું અધ્યક્ષપદ સોંપવાનો આગ્રહ કર્યો હતો. તેમના આગ્રહને માન આપીને પક્ષના સંસદીય બોર્ડે જગતપ્રકાશ નડ્ડાને કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પણ વાંચોઃ ગડકરી નહીં, જે. પી. નડ્ડા BJPના નવા પ્રમુખ બનશે

bharatiya janata party national news