હોમમિનિસ્ટર પી. ચિદમ્બરમના રાજીનામાની બીજેપીની માગણી

09 December, 2011 08:25 AM IST  | 

હોમમિનિસ્ટર પી. ચિદમ્બરમના રાજીનામાની બીજેપીની માગણી



આ સંજોગોમાં મુખ્ય વિરોધપક્ષ બીજેપીએ હોમમિનિસ્ટરના પદ પરથી પી. ચિદમ્બરમના રાજીનામાની માગણી કરી છે. પોતાની આ ડિમાન્ડ પાછળનું કારણ જણાવતાં પક્ષે કહ્યું હતું કે આનાથી 2G કેસની નિષ્પક્ષ તપાસ થઈ શકશે અને સાથોસાથ સંસદ પણ સરળતાથી ચાલી શકશે. આ મુદ્દે વાત કરતાં બીજેપીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ‘જો ચિદમ્બરમ રાજીનામું આપી દેશો તો સંસદનું કામ વધુ સરળતાથી ચાલી શકશે. અમે ચિદમ્બરમના રાજીનામાની માગણી કરીને 2G કેસમાં તેમની સંડોવણીની સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તપાસ કરાવવાની ડિમાન્ડ કરીએ છીએ. આ સંજોગોમાં તેઓ કઈ રીતે પ્રધાનપદે કાર્યરત રહી શકે? તેમણે આ પદ છોડવું જોઈએ, નહીંતર તેઓ પોતાના હોદ્દા અને વગનો ઉપયોગ કરીને પુરાવાઓનો નાશ કરી દે એવી પૂરેપૂરી શક્યતા છે. ’

બીજેપીના સિનિયર નેતા મુરલી મનોહર જોશીએ પણ દાવો કર્યો હતો કે ચિદમ્બરમ પદ પર રહેવાથી તપાસની પ્રક્રિયા પર અસર પડી શકે છે. બીજેપી પર સરકારે આરોપ મૂક્યો હતો કે ભાવવધારાને મુદ્દે એ સંસદમાં ચર્ચા કરવા ન માગતી હોવાને કારણે બીજેપી સંસદની કાર્યવાહી ખોરવે છે. જોકે મુરલી મનોહર જોશીએ સરકારના આ આરોપને ફગાવી દીધો હતો.

જોકે કાયદાપ્રધાન સલમાન ખુરશીદે ચિદમ્બરમના રાજીનામાની બીજેપીની ડિમાન્ડને નકારી કાઢી છે.