હરિયાણાનાં ૬૦ ગામડાંઓમાં બીજેપી અને જેજેપીના નેતાઓના પ્રવેશ પર રોક

14 January, 2021 03:15 PM IST  |  New Delhi | Agencies

હરિયાણાનાં ૬૦ ગામડાંઓમાં બીજેપી અને જેજેપીના નેતાઓના પ્રવેશ પર રોક

તસવીર સૌજન્ય જાગરણ

નવા કૃષિ કાયદા સામે ચાલી રહેલા આંદોલન વચ્ચે હરિયાણામાં ૬૦થી વધારે ગામડાંઓમાં બીજેપી અને તેની સહયોગી પાર્ટી જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના નેતાઓના પ્રવેશવા પર ખેડૂતોએ પ્રતિબંધ મૂક્યો છે.
હરિયાણામાં ખાપ પંચાયતો ખેડૂતોના સમર્થનમાં છે અને આ સિવાય બીજા ગામના લોકોએ પણ નવા કાયદાના વિરોધમાં બીજેપી અને જેજેપીના નેતાઓ તેમ જ ધારાસભ્યોના બહિષ્કારનું એલાન આપ્યું છે. બીજેપી અને જેજેપી નેતા હરિયાણામાં છેલ્લાં કેટલાંક સપ્તાહથી વિરોધ પ્રદર્શનોનો સામનો કરી રહ્યા છે.
ખેડૂત આંદોલનના મુદ્દે હરિયાણાના ડેપ્યુટી સીએમ અને જેજેપીના નેતા દુષ્યંત ચોટાલા ગઈ કાલે પીએમ મોદીને પણ મળ્યા છે અને તેમને સ્થિતિની જાણકારી આપી છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે જેજેપીના ધારાસભ્યો પર ખેડૂતોનું દબાણ આવી રહ્યું છે.

national news