રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બાદ હિમાચલમાં ૧૦૦૦ પક્ષીઓનાં મોત

04 January, 2021 03:16 PM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બાદ હિમાચલમાં ૧૦૦૦ પક્ષીઓનાં મોત

પ્રતીકાત્મક તસવીર

સમગ્ર દુનિયામાં વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનો પ્રકોપ ચાલુ છે. દેશમાં કોરોના સંકટ વચ્ચે બર્ડ ફ્લુના નવા જોખમે દસ્તક આપી છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બાદ હવે હિમાચલમાં ૧૦૦૦થી વધારે પક્ષીઓનાં મોત નીપજ્યાં છે. ચિંતાની વાત એ છે કે આ હવે વધુ ઝડપથી ફેલાવવા લાગ્યું છે. મૃત પક્ષીઓનાં સૅમ્પલ્સ લઈને મધ્ય પ્રદેશના ભોપાલની એક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યાં છે.

રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં બર્ડ ફ્લુની પુષ્ટિ બાદ શનિવારે પહેલી વાર કોટા અને પાલીમાં પણ કાગડાનાં મોત નીપજ્યાં છે. હવે આ પાંચ જિલ્લામાં ફેલાઈ ચૂક્યું છે. શનિવારે બારાંમાં ૧૯, ઝાલાવાડમાં ૧૫ અને કોટાના રામગંજ મંડીમાં વધુ ૨૨ કાગડાનાં મોત નીપજ્યાં છે. કોટા સંભાગના આ ત્રણ જિલ્લામાં અત્યાર સુધી ૧૭૭ કાગડાનાં મોત નીપજ્યાં છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં પણ વધુ ૧૩ કાગડાનાં મોત નીપજ્યાં છે.

જોખમની ચપેટમાં આવેલા પ્રવાસી પક્ષી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બાદ હિમાચલ પ્રદેશના પાગ ડૅમ અભયારણ્યમાં એક અઠવાડિયામાં ૧૦૦૦થી વધારે પ્રવાસી પક્ષી મૃત મળ્યાં છે.

national news himachal pradesh