કોરોનાની રસીની ઓછી કિંમતના મામલે બાયોકોનનાં અધ્યક્ષા સરકાર સામે નારાજ

01 March, 2021 12:24 PM IST  |  New Delhi | Agencies

કોરોનાની રસીની ઓછી કિંમતના મામલે બાયોકોનનાં અધ્યક્ષા સરકાર સામે નારાજ

કોરોનાની રસીની ઓછી કિંમતના મામલે બાયોકોનનાં અધ્યક્ષા સરકાર સામે નારાજ

બાયોકોનનાં અધ્યક્ષા કિરણ મઝુમદાર શૉએ ખાનગી હૉસ્પિટલોમાં કોવિડ-19ના ડોઝની કિંમત ૨૫૦ની ઠરાવવા બદલ સરકાર સામે રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે વૅક્સિન કંપનીઓને ટકી રહેવા માટે આ કિંમત ખૂબ ઓછી હોવાથી એ છેતરાયાની લાગણી અનુભવે છે. આરોગ્ય મંત્રાલય દ્વારા ખાનગી હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં વૅક્સિનની કિંમત પ્રતિ શૉટ ૨૫૦ ઠરાવાઈ હોવાના અહેવાલ પર પ્રતિક્રિયા આપતાં તેમણે કહ્યું હતું કે આમ કરીને આપણે રસી ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાને સ્થાને કચડી રહ્યા છીએ. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડબ્લ્યુએચઓએ રસીની કિંમત પ્રતિ ડોઝ ૩ અમેરિકી ડૉલર (લગભગ ૨૨૧ રૂપિયા)ની રાખી છે તો આપણે તેમના કરતાં ઓછી બે અમેરિકી ડૉલર (લગભગ ૧૪૭ રૂપિયા)ની કિંમત શા માટે રાખવી જોઈએ?

૧૬,૭૫૩ : દેશમાં મહિનામાં સૌથી વધુ કોરોનાના કેસ

છેલ્લા ૩૦ દિવસમાં સૌથી વધુ ૧૬૭૫૨ કેસ નોંધાવાની સાથે દેશમાં કોવિડ-19ના સંક્રમિતોનો આંકડો ૧,૧૦,૯૬,૭૩૧ પર પહોંચ્યો હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આ અગાઉ ૨૯ જાન્યુઆરીએ દેશમાં ૧૮૮૫૫ નવા કેસ નોંધાયા હતા. મંત્રાલય દ્વારા સવારે ૮ વાગ્યે જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૩ મૃત્યુ સાથે મરણાંક ૧,૫૭,૦૫૧ અને મૃત્યુની ટકાવારી ૧.૪૨ ટકાએ નોંધાઈ હતી. દેશમાં ઍક્ટિવ કેસ ૧,૬૪,૫૧૧ નોંધાયા હતા, જે કુલ કેસલોડના ૧.૪૮ ટકા છે.

national news coronavirus covid19