મધ્ય પ્રદેશની વિધાનસભામાં ‘લવ-જીહાદ’ વિરોધી ખરડો?

17 November, 2020 04:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મધ્ય પ્રદેશની વિધાનસભામાં ‘લવ-જીહાદ’ વિરોધી ખરડો?

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશ બાદ ભાજપ સરકાર મધ્ય પ્રદેશમાં ટૂંક સમયમાં ‘લવ-જીહાદ’ વિરોધી કાયદો રજૂ કરશે, જેથી આ સંબંધિત કેસ ઉપર નિયંત્રણ આવે.

શિવરાજ સિંહ ચૌહાણની સરકાર મધ્ય પ્રદેશમાં વિધાનસભા સત્રમાં રિલિજિયસ ફ્રીડમ બિલ, 2020 રજૂ કરવા માટે તૈયાર છે. આ ખરડાનો મુખ્ય હેતુ લવ-જિહાદ અને ધર્મ પરિવર્તનના પ્રકારો ઉપર નિયંત્રણ લાવવાનો છે. પ્રસ્તાવિત ખરડા મુજબ, કાયદાનો ભંગ કરીને જબરદસ્તી ધર્મ પરિવર્તન કરનારને પાંચ વર્ષ સુધીની જેલ થશે.

રાજ્યના ગૃહ પ્રધાન ડૉ.નરોત્તમ મિશ્રાએ કહ્યું હતુ કે, ધર્મ પરિવર્તન ઉપર નિયંત્રણ લાવવા ખરડો રજૂ કરવામાં આવશે. તેમ જ લવ-જિહાદ બિન-જામિનપત્ર ગુનો ગણાશે અને પાંચ વર્ષ સુધી જેલની સજા થશે.

થોડા દિવસ પહેલા યોજાયેલી મીટિંગમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આશ્વાસન આપ્યુ હતુ કે, લવ-જિહાદ સામે રાજ્યમાં કાયદો લાવવામાં આવશે. લવ-જિહાદ ગેરકાનૂની છે. આવા પ્રકારના ગેરકાયદેસર પ્રકારો ઉપર નિયંત્રણ લાવવા ટૂંક સમયમાં કાયદો રજૂ કરવામાં આવશે.

ચૌહાણે સંકેત આપ્યો કે, સમાજ વિરોધી પરિબળો ઉપર કાર્યવાહી કરવામાં આવશે ખાસ કરીને એવા જે મહિલાઓ અને બાળકો ઉપર અપરાધ કરતા હોય.

national news madhya pradesh