પુણેમાં બાઈક ઉંધા માથે ગટરમાં ખાબક્યુ,ચાલક 10 ફૂટ દૂર ફંગોળાયો

20 November, 2014 09:07 AM IST  | 

પુણેમાં બાઈક ઉંધા માથે ગટરમાં ખાબક્યુ,ચાલક 10 ફૂટ દૂર ફંગોળાયો



ખાસ તો ટુ વ્હિલર ચાલકોને ચેતવા જેવુ છે.બુધવારે એક 45 વર્ષનો યુવાન બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે રસ્તા વચ્ચે ખુલ્લી ગટરમાં તેનુ બાઈક ગરકાવ થઈ ગયુ હતુ.જેવુ જ બાઈક ગટરમાં ગરકાવ થયુ કે આ યુવાન 10 ફુટ દૂર ફેંકાઈ ગયો જેને કારણે તેને ઈજાઓ પહોંચી છે.આ ઘટના પુણેના એક વિસ્તારમાં ઘટી છે.એક વ્યકિતે આ ઘટનાને નિહાળી હતી જે બાદમાં ઘાયલ બાઈક સવારને હોસ્પિટલમાં લઈ ગયો હતો.બાઈક લગભગ ચાર કલાક સુધી ગટરમાં ખાબકી રહ્યુ બાદમાં ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચી અને ત્યારબાદ કાર્યવાહી થઈ.

આ ઘટના બુધવારે લગભગ સવારે 11.30 વાગ્યાની આસપાસ પીમ્પલ સૌદાગર રોડ ખાતે જાવાલકર નગર પાસે ઘટી હતી.બાઈક રાઈડર ગણેશ તાવરેને  આ ઘટનામાં ગંભીર ઈજાઓ થવા પામી છે.તે એક પ્રાઈવેટ ફર્મમા કામ કરે છે.તેના ચહેરા અને કાનના ભાગે ગંભીર ઈજા થવા પામી છે.ઘટનાને આંખે જોનારી વ્યકિતે કહ્યુ હતુ કે બાઈક રાઈડર ગણેશ તાવરેનો ચહેરો લોહીથી લથપત હતો.મહેન્દ્ર રાજેન્દ્રા રાજેપુર (ઉ.વ.25) જે પીમ્પલ ગુરાવનો નિવાસી છે અને પોતે વ્યવસાયે બ્લિડિંગ કોન્ટ્રાકર છે તેણે ગણેશ તાવરેને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને પોલીસને જાણ કરી હતી.

રાજેપુરે કહ્યુ હતુ કે મે જ્યારે ગણેશને આ હાલતમાં જોયો ત્યારે હુ તે જ જગ્યાએ મારા મિત્રની રાહ જોતો હતો.પણ તે મોડો પડતા હુ ત્યાં જ ઉભો રહ્યો હતો એટલામાં જ આ દુર્ઘટના ઘટી.આ ઘટના ઘટતા જ મોટેથી અવાજ આવ્યો એટલે હુ ત્યાં દોડી ગયો અને જોયુ તો ગણેશનુ બાઈક ગટરમાં ગરકાવ થઈ ગયુ હતુ અને તે દસ ફૂટ દૂર ફેંકાઈ ગયો હતો.તેનો સમગ્ર ચેહરો લોહીથી ખરડાયેલો હતો.તેથી હુ મારી કારમાં તેને બેસાડી નજીકની હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને બાદમાં પોલીસને જાણ કરી હતી.

પોલીસ ઓફિસરના જણાવ્યા અનુસાર તાવરેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જો કે તેને સર્જરી બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે.પુણે મ્યુનિસિપલના રોડ કોન્ટ્રાકટરે અહીં આવી બીલ ભર્યુ હતુ.જો કે તાવરેને પીએમસી સામે કોઈ ફરિયાદ કરી નથી.