31 July, 2025 06:56 AM IST | Bihar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
બિહાર (Bihar)માંથી ચોંકાવનારા સમાચાર મળી રહ્યાં છે. કટિહાર જીલ્લાના તાજગંજ ફ્સીયામાં આવેલ એક પ્રાઈમરી સ્કૂલમાં ચાલુ વર્ગમાં એક બાળક સુઈ ગયો હતો. જોકે, હચમચાવનારી વાત તો એ છે કે શિક્ષકો, હેડમાસ્તર અને સ્કૂલનો અન્ય કર્મચારીવર્ગ આ સુતેલા બાળકને એમ જ સૂતેલો મૂકીને સ્કૂલને તાળું મારીને ચાલ્યો ગયો હતો. જ્યારે સુતેલા બાળકીની ઊંઘ ઊડી ત્યારે પોતાને વર્ગમાં પુરાયેલો જાણીને તે બુમો પાડતો રહ્યો. પણ કોઈ તેને સાંભળવા માટે હતું જ ક્યાં? કલાકોના કલાકો સુધી તે વર્ગની બારીમાંથી બ્હાર નીકળવાની મથામણ કરતો રહ્યો.
Bihar: મોડી સાંજ થઇ પણ આ બાળક પોતાને ઘેર ન ગયો ત્યારે પરિવારજનોને ચિંતા થવા લાગી. બાળકના પરિવારજનો તેને શોધતાં શોધતાં સ્કૂલ સુધી આવી પહોંચ્યાં. જેવા તે સ્કૂલના ગેટ પાસે આવ્યા કે બાળકની ચીસો અને રડવાનો અવાજ કાને પડ્યો. ત્યારબાદ જોયું તો આ બાળકનો અવાજ સ્કૂલના ક્લાસરૂમમાંથી જ આવતો હતો. આ બાળક બારીમાં બેસીને બુમો પાડતું હતું. આખરે સ્થાનિકોની મદદથી આ બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. ગામલોકોએ સ્કૂલ પાસે જઈને અને બારીના રસ્તે ગૌરવને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ સ્કૂલના હેડમાસ્ટર, શિક્ષકો અને અન્ય સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અને તેઓ આટલા નિર્દયી કઈ રીતે થઇ શકે તેવો પણ લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે.
Bihar: એક શિક્ષકે પોતાની ભૂલ કબૂલ કરતા કહ્યું હતું કે તેનાથી જ આ ભૂલ થઇ હતી. તેણે પોતાનો બચાવ કરતા એમ પણ જણાવ્યું હતું કે દિવસ દરમિયાન પણ ક્લાસરૂમમાં અજવાળું આવતું નથી. આ જ કારણોસર પેલું સુતેલું બાળક શિક્ષકના ધ્યાનમાં આવ્યું નહીં. અને તેઓએ સ્કૂલનો સમય પૂરો થઇ જતા તાળું મારી દીધું હતું.
જિલ્લા શિક્ષણ અધિકારી રાહુલ ચંદ્ર ચૌધરીએ કહ્યું, "અમને ઘટના વિશે માહિતી મળી. આ કિસ્સામાં બુધવારે સંબંધિત શિક્ષક અને મુખ્ય શિક્ષિકાને ખુલાસો માંગવામાં આવશે. તપાસ બાદ કાર્યવાહી કરવામાં આવશે.”
ગૌરવ ત્રીજા ધોરણમાં ભણે છે. સ્કૂલમાં પાંચ શિક્ષકો હાજર હોવા છતાં આ બેદરકારીપૂર્ણ બનાવ બન્યો છે તે શરમજનક કહેવાય. (Bihar) મંગળવારે સ્કૂલમાં પાંચથી છ શિક્ષકો હાજર હતા. મુખ્ય શિક્ષિકા લિપિ શ્રીવાસ્તવ કોઈ જરૂરી કામ માટે બપોરની બહાર ગયાં હતાં. ત્રીજા ધોરણનો છેલ્લો ક્લાસ કામયાની ટીચરે લીધો હતો. સાંજે ચાર વાગ્યે તમામ શિક્ષકો ક્લાસરૂમને તાળું મારીને ચાલ્યા ગયા હતા. ચાર વાગ્યા પછી જ્યારે બાળક ઊંઘમાંથી ઉઠ્યું ત્યારે વિદ્યાર્થીએ બારી પાસે આવીને ચીસો પાડવાનું શરૂ કર્યું હતું.